મોરબીના નીતિન પાર્ક સોસાયટીમાં રહેતા અમિત મગનભાઈ અંબાણી નામના વેપારીની શહેરનાં વાવડી ચોકડી નજીક આવેલ દુકાન ગત 30 તારીખના રાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને દુકાનના તાળાં તોડી દુકાનમાં પ્રવેશી દુકાનમા રહેલ શીવાજી બીડી ના દસ પેકેટ તથા પુકાર તમાકુ નુ કાર્ટુન એક તથા વીમલ ગુટખા ના પેકેટ નંગ 20 તથા બુધાલાલ તમાકુનુ કાર્ટુન એક તથા પાનમસાલા ગુટખા કાર્ટુન એક તથા બાગબાન તમાકુ મીની પાઉચ નુ કાર્ટુન એક તથા સાંઇઠ કિલો સોપારી તથા શેમ્પુ જેમા લકસ,કિલીનીકપ્લસ,વાટીકા,હેરએન્ડ સોલ્ડર તથા ડવ શેમ્પુનુ એક કાર્ટુન તથા પાંચ બોક્ષ અલગ અલગ નહાવાના સાબુ તથા સીગારેટ ના કુલ-40 બાંધા તથા બીડીનું દોઢ કાર્ટુન તથા તમાકુ નુ કાર્ટુન એક મળી કુલ મુદામાલ કિ રૂ. 1,54,500ના મુદામાલ પર તસ્કરો એ હાથ સાફ કર્યો હતો અને તમામ મુદામાલ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

