ખાનગી સ્કૂલોના શિક્ષકો માટે સારા સમાચાર છે. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે ખાનગી સ્કૂલોમાં કામ કરતા શિક્ષકો કર્મચારી છે અને તેઓ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2009માં સુધારો કરવામાં આવેલ પેમેન્ટ ગ્રેજ્યુઈટી કાયદા હેઠળ ગ્રેજ્યુઈટીનો અધિકાર ધરાવે છે. આ સાથે સુપ્રીમ કોર્ટે બધી જ ખાનગી સ્કૂલોને 3જી એપ્રિલ 1997ની પાછલી અસરથી શિક્ષકોને છ સપ્તાહમાં વ્યાજ સાથે ગ્રેજ્યુઈટી ચૂકવવા આદેશ આપ્યો છે. સુપ્રીમે શિક્ષકોને ‘કર્મચારી’ની વ્યાખ્યામાં લાવવા સહિત સંસદ દ્વારા પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઈટી એક્ટ, ૧૯૭૨માં કરેલા સુધારાની કાયદેસરતાને જાળવી રાખી છે અને ગ્રેજ્યુઈટી માટે હકદાર બધા જ શિક્ષકોને તેની ચૂકવણી કરવાનું ખાનગી સ્કૂલો માટે ફરજિયાત બનાવ્યું છે. ગ્રેજ્યુઈટી ન મળતા શિક્ષકો યોગ્ય ફોરમમાં અપીલ પણ કરી શકશે.
દેશમાં પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઈટી એક્ટ 16મી સપ્ટેમ્બર 1972થી લાગુ છે. આ કાયદા હેઠળ કોઈપણ સંસ્થામાં સેવા નિવૃત્તિ, રાજીનામું અથવા કોઈપણ કારણે સંસ્થા છોડતા પહેલા ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી સતત નોકરી કરનારી વ્યક્તિ ગ્રેજ્યુઈટીનો લાભ મેળવવા માટે હકદાર છે. જોકે, શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ૩જી એપ્રિલ ૧૯૯૭ના રોજ એક નોટિફિકેશન મારફત આ કાયદાને 10 અથવા વધુ કર્મચારીઓવાળી શૈક્ષણિક સંસ્થાઓ પર પણ લાગુ કરાયો હતો, એવામાં આ કાયદો ખાનગી સ્કૂલો પર પણ લાગુ થાય છે.
પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી (સુધારા) અધિનિયમ, 2009, મૂળ અધિનિયમની કલમ 2(e) માં સુધારો કરવા માટે કલમ 13A દાખલ કરે છે જેણે શિક્ષકોને “કર્મચારી” તરીકે ગણતા લોકોના દાયરામાં છોડી દીધા હતા. સુધારેલા અધિનિયમમાં કહેવામાં આવ્યું છે કે તેની પૂર્વવર્તી પહોંચપહોંચકલમ 13A દાખલ કરે છે જેણે શિક્ષકોને “કર્મચારી” તરીકે ગણતા લોકોના દાયરામાં છોડી દીધા હતા. સુધારેલા અધિનિયમમાં કહેવામાં આવ્યું છે કે તેની પૂર્વવર્તી પહોંચ 3 એપ્રિલ, 1997 થી હશે.

