રાજકોટ રેલવે ડિવિઝનના આરપીએફ સ્ટાફ દ્વારા મોટા કૌભાંડનો પર્દાફાશ કરાયો છે જેમાં ભેજાબાજોએ નકલી IPએડ્રેસના આધારે અત્યારસુધી 28 કરોડ રૂપિયા ગજવે ઘાલ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે, આરપીએફ ટીમે વલસાડ-મુંબઈ સહિત અન્ય રાજ્યોમાંથી કુલ 6 વ્યક્તિની ધરપકડ કરીને રૂ.43 લાખની રેલવે ટિકિટ જપ્ત કરી છે. આ ઉપરાંત રાજકોટ અને વલસાડના મળી અન્ય કુલ 6 ઈસમો સામે તપાસ ચાલુ થઈ છે.
ધરપકડ કરાયેલા આરોપીઓની કબૂલાતના આધારે, 3 વધુ આરોપીઓ- અમન કુમાર શર્મા, વિરેન્દ્ર ગુપ્તા અને અભિષેક તિવારીની અનુક્રમે મુંબઈ, વલસાડ (ગુજરાત) અને સુલતાનપુર (યુપી)માંથી ધરપકડ કરવામાં આવી હતી.ભૂતકાળમાં આ આરોપીઓએ રૂ. 28.14 કરોડની ટિકિટ ખરીદી અને વેચી હોવાની વાત પણ સામે આવ્યું છે તેઓને મોટું કમિશન મળતું હોવાની વાત પણ ખુલી છે.રેલવેમાં આ રીતે ચાલી રહેલા ટીકીટ કૌભાંડ છતાં તંત્રની નજર ન પડી તે વાત ભારે ચર્ચાસ્પદ બની છે.

