HomeGujaratકર્મોની સાથે જીવ સંઘર્ષ કરતો હોય છે ત્યારે ઈશ્વર પાછળ રહીને જોતો...

કર્મોની સાથે જીવ સંઘર્ષ કરતો હોય છે ત્યારે ઈશ્વર પાછળ રહીને જોતો હોય છે

જ્યારે આત્મકલ્યાણ કરવું હોય ત્યારે તો રામનામની એક જ ગોળી કાફી છે. જ્યારે સમાજમાં સંઘર્ષ જગાવવો હોય , જ્યારે સમાજમાં, માણસમાં સંસ્કૃતિની જાગૃત્તિ લાવવી હોય ત્યારે તો વક્તાઓએ પણ સંઘર્ષ કરવો પડશે,અને હથિયારો લેવાં પડશે. આ તો સંઘર્ષ છે. એમાંથી કહેવાનું મૂળ એ છે કે , અંતે તો એક ગોળી કાફી છે—રામનામની. કળીયુગમાં મારા મત પ્રમાણે જલ્દી સફળતા મળે છે સાધનામાં. માણસ પોતાના ઈષ્ટદેવનું જેટલું વધારે સ્મરણ કરી શકે, એટલો વધારે સફળ થાય. નામ જપ કળીયુગમાં માણસ કરે. ત્યારે તુલસીદાસજીનો આ સિદ્ધાંત હતો કે માણસ નામ જપ કરે. સંસારના કર્મોની સાથે જીવ જ્યારે સંઘર્ષ કરતો હોય છે ત્યારે ઈશ્વર પાછળ રહીને જોતો હોય છે. જીવ જીવન સંઘર્ષમાં કેટલી ટક્કર લે છે એની પ્રભુ કસોટી કરતો હોય છે પણ મોટે ભાગે જીવ સંઘર્ષમાંથી ભાગતો હોય છે. બાળક નાનું હોય ત્યારે મા ઉપર એને પૂર્ણ ભરોસો હોય છે. જ્યારે બાળકના જેવી સ્થિતિ આવે ત્યારે જ પ્રભુ ઉપર પૂર્ણ ભરોસો રહે છે. આપણે શાસ્ત્રો વાંચીએ છીએ પણ ઈશ્વર ઉપર પૂર્ણ ભરોસો થતો નથી.સત્ય અને શિવ તત્ત્વને લઈને મોરારીબાપુએ એક અલગ દ્રષ્ટકોણથી વાત કહે છે. માનસદર્શનમાં પૂજ્ય મોરારીબાપુ કહે છે કે, એક જ સત્યને ઘણા એંગલથી જોઈ શકાય છે. શિવ તત્ત્વને પણ અનેક પ્રકારે જોવાની વિનમ્ર સાહસ આપણે ત્યાં થઈ છે. વેદ ઋગ્વેદનો એક મંત્ર છે, એમાં પાઠાંતર છે. એમાં બે પ્રકારના પાઠ જોવા મળે છે. એક પાઠમાં ‘રુદ્ર’ શબ્દ આવે છે અને બીજા પાઠમાં ‘ઇન્દ્ર’ શબ્દ આવે છે. મોટેભાગે ‘ઇન્દ્ર’ શબ્દ પ્રયોગ થયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW