HomeGujaratવાંકાનેર : ગણેશ મહોત્સવમાં મેદાન ફાળવણી મુદે ચાલતા વિવાદ યથાવત વેપારીઓએ...

વાંકાનેર : ગણેશ મહોત્સવમાં મેદાન ફાળવણી મુદે ચાલતા વિવાદ યથાવત વેપારીઓએ બંધ પાડ્યું, જીતું સોમાણીના પ્રાંત કચેરીમાં ધામા

બુધવાર ગણેશ મહોત્સવ શરૂ થઈ રહ્યો છે દેશભરમાં લોકો આનંદ ઉત્સાહથી ગણેશ પર્વની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે તો વાંકાનેર શહેરમાં જાણે આ મહોત્સવ રાજકીય અખાડો બની ગયો હોય તેમ ભાજપના અગ્રણી જીતુભાઈ સોમાણી અને તેમના સમર્થકો દ્વારા અને તંત્ર વચ્ચે વર્ષોથી જે સ્થળ પર ટોકનદરે મેદાન ગણેશ મહોત્સવ માટે મેદાન આપવામાં આવે છે તેમ મેદાન આપવામાં આવે તેવી માગ સાથે છેલ્લા કેટલાક દિવસોથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે

ત્યારે આ ઉપવાસ આંદોલન વચ્ચે મંગળવારે જીતુભાઈ સોમાણીની માંગણીના સમર્થનમાં વાંકાનેર શહેરના વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે આજે વાંકાનેર શહેરના વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો આ દરમિયાન પ્રાંત અધિકારી દ્વારા અડધુ મેદાન હરરાજી માટે અરજી કરનાર એક પાર્ટીને ફાળવી દેવામાં આવતા જીતુભાઈ સોમાણી અને તેમના સમર્થકો દ્વારા વિશાળ રેલી કરી પ્રાંત કચેરીનો ઘેરાવ કર્યો હતો અને ગણેશ મ્હોત્સવ માટે મેદાન ટોકન દરે જ આપવાની માગ સાથે પ્રાંત કચેરી ધરણા કરી સુત્રોચ્ચાર કર્યો હતો.

બુધવારથી ગણેશ મહોત્સવ શરુ થવાનો હોય અને આ વિવાદનો કોઈ અંત ન આવતા આગામી દિવસોમાં નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW