HomeGujaratમોરબી LCBએ અણીયારી ટોલનાકા પાસેથી રૂ.24 લાખના વિદેશી દારૂ સાથે પણ ટ્રક...

મોરબી LCBએ અણીયારી ટોલનાકા પાસેથી રૂ.24 લાખના વિદેશી દારૂ સાથે પણ ટ્રક ચાલકને દબોચી લીધો

મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, હરિયાણાથી આવતા એક ટ્રકમાં મોટા પાયે વિદેશી દારૂ છુપાવેલ હોય અને માળીયા તરફ આવી રહ્યો છે બાતમી આધારે પોલીસે અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાસી લીધી હતી.તલાસી દરમિયાન કન્ટેનરમાં ઓટોપાર્ટની ખોટી બિલ્ટીઓની આડમાં હરીયાણાથી મોરબી લઇ જવાતો ઇંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું હતું.

જે બાદ પોલીસે ટ્રક ચાલકનેને ઝડપી લીધો હતો તેમજ ટ્રકમા રાખવામાં આવેલ રૂ.5,17,920ની કિંમતની રોયલ ચેલેન્જ ફાઇન્ડ રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ 996 બોટલ રૂ 10,22,400ની કિંમતની ઓલસીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ-1704 બોટલ, રૂ.9 લાખની કિંમતીની મેકડોવેલ્સ કલેશન વ્હીસ્કીની 2400 એન્ડ્રોઇડ મોબાઇલ ફોન રોકડ રકમ તેમજ ટ્રક મળી કુલ 34,47,230નો મૂદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને માળીયા પોલીસ મથક હવાલે કરાયો હતો.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW