HomeGujaratCentral Gujaratપોલીસ કર્મી માટે રાહત, ઓગસ્ટથી મળશે ભથ્થાંનો લાભ

પોલીસ કર્મી માટે રાહત, ઓગસ્ટથી મળશે ભથ્થાંનો લાભ

પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા ગ્રેડ પેની માંગ લાંબા સમયથી પેન્ડિંગ હતી. ખાસ તો એક સમિતિની ભલામણ મુજબ, ગ્રેડ પેના બદલે જાહેર સુરક્ષા પ્રોત્સાહન એટલે કે પોલીસને માસિક રૂ.3500 થી રૂ.5000નું ભથ્થું ચૂકવવું. જાહેર સુરક્ષાને પ્રોત્સાહન આપવાના નામે આ નિર્ણય એલઆરડીથી લઈને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર રેન્ક સુધીના કર્મચારીઓ માટે લેવામાં આવ્યો છે.

પોલીસ માટે રાહત: બીજી તરફ ગ્રેડ પે મામલે વિચારણા કરવા માટે એક વિશેષ સમિતીની રચના કરવામાં આવી હતી. જેમને પોલીસ કર્મચારીઓની માંગણી અંગે વિવિધ પાસાઓને ધ્યાનમાં લઇને હકારાત્મક રસ્તો કાઢવા માટે સુચના આપવામાં આવી હતી. જે બાદ સમિતીએ પોલીસની ખાસ ભથ્થાની માંગણી સહિતની અનેક બાબતોને ચર્ચા કર્યા બાદ ફિક્સ પે ધરાવતા એલઆરડી થી લઇને આસીટન્ટ સબ ઇન્સ્પેક્ટરને જાહેર સુરક્ષા પ્રોત્સાહન હેઠળ પ્રતિમાસ વિશેષ રકમ આપવા સુચન કર્યુ હતું. જેને ગૃહ વિભાગે માન્ય રાખીને સોમવારે સત્તાવાર રીતે ઠરાવ પસાર કરીને અમલમાં મુકવાની જાહેરાત કરી હતી.

ઠરાવ પસાર: ગૃહ વિભાગમાં સોમવારે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવતા સરકાર સફાળી જાગી હતી અને રાતોરાત આ મહિનાથી જ અમલ કરવા જાહેરાત કરી હતી. જેના પગલે પ્રધાનમંત્રીએ ગાંધીનગરની મુલાકાત દરમિયાન ગ્રેડ પેનો મામલો ઠારવા માટે સુચના આપતા પરિપત્ર કરાયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW