HomeGujaratCentral Gujaratકચરાનો રિયુઝ કરી વિદ્યાર્થીઓ એ વસ્ત્રો બનાવ્યા

કચરાનો રિયુઝ કરી વિદ્યાર્થીઓ એ વસ્ત્રો બનાવ્યા

એમ. એસ. યુનિવર્સીટીની વિદ્યાર્થિનીઓએ નકામા કચરાને રિયુઝ કરીને અવનવા વસ્ત્ર તૈયાર કર્યા છે. ફેશન એન્ડ ટેકનોલોજીની 5 વિદ્યાર્થિનીઓ દ્વારા નકામા રેપરના કચરાને ફેશન સ્ટેટમેન્ટમાં ફેરવીને ફેશન જગતમાં એક નવી પહેલ કરી છે. ફેશન ટેક્નોલોજી સંસ્થાના ટેક્સટાઈલ એન્ડ એપેરલ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓએ ફેશનેબલ કપડાં અને પાર્ટીના વસ્ત્રો બનાવવા માટે પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરીને ઇકોફ્રેન્ડલી વસ્ત્રો બનાવ્યા છે.

વેસ્ટમાંથી બેસ્ટ: પ્રારંભિક ધોરણે તેઓએ પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી 10 અલગ-અલગ વસ્ત્રો તૈયાર કર્યા છે અને તેઓ તેમના આ કાર્યને વ્યાપારી ધોરણે આગળ લઇ જઈને વ્યાપક બજારમાં મૂકવા માટેની યોજના બનાવી રહ્યા છે. તેઓ પોતાની બ્રાન્ડની લાઇન માટે પણ આયોજન કરી રહ્યા છે.પાંચ વિદ્યાર્થીઓમાં સપના મહેશ્વરી, બિનલ કથેરિયા, ખુશી જૈન, જ્યોતિ પંડિત, કામાક્ષી કોઠારીએ તેમના અભ્યાસક્રમના અંતિમ વર્ષના પ્રોજેક્ટના ભાગરુપે સામાન્ય રીતે કચરામાં ફેંકવામાં આવતા પ્લાસ્ટિકના રેપરનો સદ્ઉપયોગ કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો.

પ્રોફેસર કહે છે: પ્રોફેસર ડૉ. અમૃતા દોશીએ જણાવતા કહ્યુ કે,” પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને કપડાં ડિઝાઇન કરવાની પ્રેરણા તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા ભારત અભિયાનમાંથી મળી છે. પર્યાવરણમાં નડતર બનતા એવા પ્લાસ્ટિકના કચરાને એકઠો કરીને પછી જરુરી પ્રક્રિયા કરીને પાર્ટી વેર તરીકે ડિઝાઇન કરી રહ્યા છે. આ આખી પ્રક્રિયા ખૂબ જ પડકારજનક હતી કારણ કે વિદ્યાર્થીઓએ સૌપ્રથમ રેપરનો કચરો એકઠો કરીને સાફ કરવામાં કરે છે ત્યારબાદ પ્રક્રિયામાંથી પસાર થવા માટે તેની સ્ટ્રીપ્સ કાપ્યા બાદ તેમના ડિપાર્ટમેન્ટમાં સેમ્પલ લૂમ પરના તેમના ટ્રાયલ પછી તેઓ તેને અમદાવાદના વણકર પાસે વણાટ માટે આઉટસોર્સ કરે છે અને કપડા ડિઝાઇન કરવા માટે ફેબ્રિકમાં તેનો ઉપયોગ કરે છે. તેઓ આ ફેબ્રિકનો ‘પાર્ટી વેર’ થીમ સાથે ડિઝાઇન કરે છે જેને શિયાળાની ઋતુમાં પહેરી શકાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW