HomeGujaratSaurashtra Kutchhમોરબીમાં બહેન સાથે વાત કરવાની ના પાડી છરી મારવાની ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકનું...

મોરબીમાં બહેન સાથે વાત કરવાની ના પાડી છરી મારવાની ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકનું મોત ,બનાવ હત્યામાં પલટાયો

મોરબીના ભક્તિ નગર સર્કલ નજીક બહેન સાથે ફોન પર વાત કરવા મુદે યુવક પર યુવતીના ભાઈ અને અન્ય શખ્સો મળી છરી ના ઘા ઝીકી દીધા હતા. ઘટનામાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવના 14 દિવસ બાદ યુવકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.બનાવ અંગે પોલીસે અગાઉ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી હતો હાલ આ બનાવમાં પોલીસે હત્યાની કલમ ઉમેરવામાં આવી છે.

મોરબી શહેરમાં આવેલ યદુનંદન ૩ માં રહેતા ભરતભાઈ લક્ષ્મીચંદ પુજારાના દીકરા ભાવિક પર 14 દિવસ પહેલા ભક્તિનગર સર્કલ શનાળા બાયપાસ રોડ પાસે બે શખ્સોએ જાનથી મારી નાખવાના ઈરાદે છરી કાઢી ખંભા તેમજ છાતીમાં છરીના આઠેક ઘા મારી દઈને જીવલેણ ઈજા પહોંચાડી હતી તેમજ આરોપી ઇલ્યાસ બ્લોચે હવે પછી મારી બહેન સાથે ફોનમાં વાત કરતો નહિ નહીતર સારાવાટ નહિ રહે તેમ કહી નાસી ગયા હતા આરોપીના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ભાવિકા પુજારાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં 14 દિવસની સારવાર બાદ યુવાનનું મોત થયું છે જેથી બનાવ હત્યા પલટાયો છે અગાઉ પોલીસે આરોપી ઇલ્યાસ ઈશ્માઈ બ્લોચ, નવાજ બ્લોચ અને શહેઝાદ શબ્બીર સિપાઈ રહે બધા મોરબી વાળા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો ત્યારે હવે બનાવ મામલે હત્યાની કલમનો ઉમેરો કરાયો છે અને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW