HomeGujaratનવલખી પોર્ટમાં કોલસા ભરવા મુદે થયેલ હત્યા પ્રકરણમાં આરોપીની જામીન અરજી કોર્ટે...

નવલખી પોર્ટમાં કોલસા ભરવા મુદે થયેલ હત્યા પ્રકરણમાં આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી

મોરબી જીલ્લાના નવલખી બંદરમાં કોલસા ભરવા જેવી બાબતે દશરથસિંહ નામના યુવકની નવલખી પોર્ટમાં કોલસા ભરવા મુદે તીક્ષણ હથીયારના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી હતી આ ઘટનામાં માળિયા પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ નોધી આરોપીઓની ધરપકડ કરી હતી અને મોરબી જિલ્લા જેલ હવાલે કર્યા હતા જેલમાં બંધ આરોપીઓ પૈકી સૂર્યદીપસિહ રણજીતસિંહ જાડેજા નામના આરોપીએ મોરબી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જે અંગે ગત 24 ઓગસ્ટના રોજ કોર્ટે જામીન અરજી ફગાવી આ અરજીમાં બચાવ પક્ષના વકીલ દ્વારા દ્લીલ્ કરવામાં આવી હતી અને જણાવામાં આવ્યું હતું કે આ કેસમાં આરોપીને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે અને આ કેસમાં પોલીસે ચાર્જસીટ પણ દાખલ કરી દીધી હોવાથી હવે કોર્ટ ટ્રાયલ ચાલી રહી છે અને નિર્ણય આવવામાં પણ સમય લાગે તેવી સંભાવના છે આ કેસમાં અન્ય આરોપીઓને જામીન મળ્યા હોવાથી તેમના અસીલ પણ જામીન મેળવવાને લાયક હોય તેમના અસીલ સમયાંતરે કોર્ટમાં હાજરી આપશે તેવી ખાતરી આપી હતી

આ કેસમાં સરકારી વકીલ સરકાર તરફથી દલીલ કરતા જણાવ્યું હતું કે જામીન અરજીમાં જણાવ્યા મુજબ જે અન્ય આરોપીને જામીન આપ્યા હતા તેમની ભૂમિકા અને આ અરજદારની ભૂમિકા અલગ અલગ છે આ કેસમાં આ આરોપીએ અગાઉ પણ ત્રણ જેટલી અરજી કરી હતી જે મેજીસ્ટ્રેટ દ્વારા ફગાવવામાં આવી હતી આરોપીએ કરેલ ગંભીર ગુનાને ધ્યાને લઇ જામીન અરજી રદ કરવી જોઈએ .

બન્ને પક્ષની દલીલ તેમજ જરૂરી દસ્તાવેજ પુરાવાના આધારે સેકન્ડ એડીશનલ સેસન્સ જજ વિરાટ અશોક બુધ્ધાએ આરોપીની જામીન અરજી રદ કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW