મોરબી રાજપર રોડ પર આવેલ એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા એક ગોડાઉનમાં સ્ટેટ વિજલન્સ ટીમના દરોડા પાડવામાં આવ્યા હતા અને રૂ 43.67 લાખની કિમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો આ પ્રકરણમાં પોલીસે સમયાંતરે અલગ અલગ અરોપીનોની ધરપકડ કરી હતી આ ઝડપાયેલા આરોપીઓ પૈકી રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની રાવતારામ ચેતનરામ કુકણાએ મોરબી કોર્ટમાં જામીન અરજી કરી હતી આ જામીન અરજીની સુનવણી સેસન્સ જજ પીનાકીન સી જોષીની કોર્ટમાં ચાલી હતી જેમાં બચાવ પક્ષના વકીલ દ્વારા જામીન અરજી પર દલીલ કરી હતી કે આરોપી રાજસ્થાનના વતની હોય અને તેમના પર માલ મોકલવાનો ખોટો આરોપ મૂકી તેમને ફસાવવામાં આવ્યા છે તેમણે આ દારૂ મોકલાવેલ નથી જેથી તેમની જામીન અરજી મંજુર કરવામાં આવે સામે પક્ષે સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આ કેસમાં ઝડપાયેલ આરોપીઓએ સાથે મળી કાવતરા રૂપે મોટા પાયે દારૂનો જથ્થો લાવી સંતાડ્યો હતો આં કેસમાં ઝડપાયેલ અન્ય આરોપીની પણ સંડોવણી સામે આવી હોવાથી આરોપીના જામીન અરજી માન્ય રાખવી ન જોઈએ બન્ને પક્ષની દલીલ આધારે સેસન્સ જજ પીનાકીન સી જોશીએ આરોપીની જામીન અરજી રદ કરી હતી.

