HomeNationalCBI બાદ હવે ED એ મનીષ સિસોદીયા સામે કેસ માંડ્યો

CBI બાદ હવે ED એ મનીષ સિસોદીયા સામે કેસ માંડ્યો

સીબીઆઇના દરોડા બાદ હવે EDએ સિસોદિયા સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરી લીધો છે. જેને પગલે હવે ગમે ત્યારે આ મામલે ED દ્વારા મનિષ સિસોદિયાની ધરપકડ પણ કરવામાં આવી શકે છે. જેથી દિલ્હીની કેજરીવાલ સરકાર અને કેન્દ્ર સરકાર બન્ને વચ્ચે વિવાદ વધવાની પણ શક્યતાઓ છે.

મનિષ સિસોદિયાએ એક કોન્ફરન્સ દરમિયાન આરોપ લગાવ્યો હતો કે કોરોના મહામારી સમયે આસામ સરકારે મુખ્યમંત્રીના પત્ની રિંકી શર્મા અને પુત્રને પીપીઇ કિટ બજારની કિંમત કરતા વધુ ભાવે પુરી પાડવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જોકે આ આરોપોને મુખ્યમંત્રી અને તેમના પત્ની દ્વારા નકારવામાં આવ્યા છે. હવે આ મામલે ગુવાહાટીની કોર્ટમાં મનિષ સિસોદિયાની સામે 100 કરોડનો માનહાનિનો કેસ ચલાવવામાં આવશે.

દિલ્હીમાં મનિષ સિસોદિયાની સામે કેસો ચાલી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે હવે આસામમાં પણ તેમની સામે માનહાનિનો કેસ ચલાવવામાં આવી શકે છે. આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્મા અને તેમના પત્ની રિંકી દ્વારા મનિષ સિસોદિયાની સામે ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે હાલ કોર્ટ દ્વારા મનિષ સિસોદિયાને હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW