મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ જેના કારણે ચોમાસું પાકને મોટા પાયે નુકશાન થયું છે. થવા પામેલ છે. સરકાર દ્વારા જે પહેલા સરકારી વિમા કંપનીઓ કાર્યરત હતી ત્યારે ખેડૂતો પોતાના ધિરાણની સાથે વિમા પ્રીમીયમ ભરતા હતા. આવા વધુ વરસાદ કે ઓછો વરસાદ ના કેસમાં તેઓને વિમો મળતો હતો. 2014 પછી સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિમા ફસલ યોજના જાહેર કરવામાં આવેલ. જેમાં પ્રાઇવેટ વિમા કંપનીઓએ પ્રીમીયમ લીધા, ખુબજ કમાણી કરી અને ખેડૂતોને કઈ પણ ના મળ્યું. અંતે સરકાર દ્વારા ગુજરાતમાં આ યોજના બંધ કરવામાં આવી. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી સહાય યોજનાના નામે છેતરામણી યોજના જાહેર કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ યોજના જ એવી છે કે તેમાં ખેડૂતોને લાભ મળેજ નહિ. આજ દિવસ સુધી યોજનાના ધારા-ધોરણ મુજબના બનાવો બનવા છતાં કોઈ જાતની સહાય ચુકવવામાં આવેલ નથી.
ખેડૂતો માટે તો દરેક વિસ્તારમાં અલગ અલગ પ્રકારે નુકશાન થતું હોય છે. જુદા જુદા વિસ્તારની જમીનના પ્રકાર, ગુણવત્તા, લાક્ષણિકતા અલગ અલગ હોય છે. તે મુજબ અમારા મોરબી જીલ્લાના અમોએ આ પત્રમાં નીચે જણાવેલ ગામોની જમીનમાં ભૂગર્ભ જળ તો છે પરંતુ દરિયો નજીક હોવાથી ખુબજ ક્ષારયુક્ત પાણી હોય છે. જેનાથી સિંચાઈ થઇ શકેજ નહિ. બીજું કે જો થોડો પણ વધારે વરસાદ થાય તો જમીન પાણી ને સંગ્રહી શકે નહી. ખેતરોમાં પાણી ભરેલા જ રહે અથવા તો ખેતરમાં ના જઈ શકાય તેવી સ્થિતિ ઉત્પન્ન થાય. જેથી વાવેલા પાક માટે ખેતરમાં જવું શક્ય ના બને કે નવો પાક વાવવો પણ શક્ય ના બને અને અંતે લીલો દુષ્કાળ જ ખેડૂતો ના નસીબ આવે છે
આ વર્ષે ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે વરસાદ થવાના કારણે મોરબી માળિયા તાલુકાના મોટા ભાગના ગામમાં ખેતર હજુ પાણીથી તરબોળ ભર્યા છે અને આં કારણસર ચોમાસું પાક નિષ્ફળ ગયો છે હવે ચોમાસું સીઝનને દોઢ મહિનો જ બાકી હોય અને ફરી વાવેતર કરવું પણ મુશ્કેલ છે જેથી મોરબી માળિયામાં અતિવૃષ્ટિનો ભોગ બનેલા ગામોના ખેડૂતોને ખેતરનું સર્વે કરાવીને તેઓને તાત્કાલિક સહાય આપવા માગ કરી છે સરકાર તંત્ર પાસે સર્વે કરાવીને નુકશાની થયેલ ખેડૂતોનું લીસ્ટ જાહેર કરીને તેઓ ને સહાય ચુકવે જો સરકાર અ બાબતે ગામના ખેડૂતોને સાથે રાખી ને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની માંગણી કોંગ્રેસ અગ્રણી અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ જણાવ્યું હતું.

