HomeGujaratCentral GujaratCMએ કેબીનેટ બોલાવી બેઠક નવરાત્રી સુધીમાં રોડ રીપેર કરવા અધિકારીને સૂચના

CMએ કેબીનેટ બોલાવી બેઠક નવરાત્રી સુધીમાં રોડ રીપેર કરવા અધિકારીને સૂચના

ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે રોડ રસધાની પરિસ્થિતિ બિસ્માર બની છે. લોકોને મજબૂરીવશ તે રસ્તા ઉપરથી પસાર થવું પડી રહ્યું છે. કેબિનેટ બેઠકમાં અગાઉ પણ રોડ રસ્તા રીપેરીંગ બાબતની સૂચનાઓ અધિકારીઓને આપવામાં આવી છે ત્યારે આ કેબિનેટ બેઠકમાં પણ દોડ દસ્તા બાબતે વધુ ચર્ચાઓ થઈ શકે છે અને તાત્કાલિક ધોરણે નવરાત્રી સુધીમાં રોડ રીપેરીંગ માટેની સૂચના પણ અપાઈ શકે છે.

રાજ્યમાં શ્રાવણ માસથી તહેવારોની શરૂઆત થાય છે, ત્યારે 31 ઓગસ્ટના રોજ સમગ્ર દેશને રાજ્યમાં ગણેશ ચતુર્થી તહેવારની ઉજવણીની તમામ નાગરિકો દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભંડારો દ્વારા પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે, ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પણ ખાસ તૈયારીઓ કરાઈ છે. જે અંતર્ગત રાજ્યના પોલીસવાડા આશિષ ભાટિયા, તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષક તથા રેન્જ આઇ.જી સાથે વીડિયો કોનફરન્સ યોજીને ગણેશ ચતુર્થીના દસ દિવસના તહેવારમાં કોઈપણ પ્રકારની અસામાજિક ઘટના ન બને તે માટેની ખાસ સુચના આપવામાં આવી છે.

રાજ્યના મુખ્યપ્રધાન પટેલની અધ્યક્ષતામાં 24 ઓગસ્ટ બુધવારના રોજ સવારે 10:00 કલાકે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ બેઠકમાં ચર્ચાની મુદ્દાની વાત કરવામાં આવે તો અઠવાડિયાના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સુરક્ષાની સમીક્ષાની ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે. આ સાથે જ 31 ઓગસ્ટના દિવસથી ગણેશ ચતુર્થીના તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે ગૃહ વિભાગની અને પોલીસની કામગીરી બાબતે થશે સમીક્ષા. ઊપરાંત ભારે વરસાદના કારણે જે રોડ રસ્તાને નુકસાન થયું છે તે બદલ પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW