મોરબી શહેરમાં મંગળવારે મોડી રાત્રે અનારાધાર વરસાદ પડ્યો હતો સાથે સાથે તેજ પવન પણ ફુકાયો હતો જેના કારણે અલગ અલગ વિસ્તારમાં પીપળાનું વર્ષો જુના વૃક્ષ અને વીજપોલ પડી જવાની ઘટના બની હતી બનાવની મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં કલેકટર કચેરી રોડ પર આવેલ પોટરી તાલુકા શાળાથી થોડે દુર એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું આ વ્રુક્ષ પાસેથી વીજ તાર પણ નીકળતા હોય જેથી આ વ્રુક્ષ તેની પર પડતા પાસેનો એક વીજ પોલ પણ તૂટી ગયો હતો ઘટનાને પગલે મોડી રાત્રે વીજળી ગુલ થઇ ગઈ હતી ઘટનામાં રાહતની વાત એ રહી કે જે તે સમયે કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી

