1992માં જન્મેલા અને રશિયામાં પકડાયેલા આઝમોવને તુર્કીમાં IS દ્વારા ભરતી કરવામાં આવ્યો હતો. તેને અહીં તાલીમ આપવામાં આવી હતી. આઝમોવનું માનવું છે કે, નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદનું અપમાન કર્યું છે તેથી તેને ખતમ કરી દેવી જોઈએ. યોજના હેઠળ તેને ભારતીય વિઝા મેળવવા માટે રશિયા મોકલવામાં આવ્યો હતો. સુત્રોએ જણાવ્યું હતું કે, નવી દિલ્હી પહોંચતા જ તેમને સ્થાનિક સ્તરે મદદ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આઝમોવે ખુલાસો કર્યો હતો કે, તે ઓનલાઈન કટ્ટરપંથી બની ગયો છે અને ISISના કોઈ પણ નેતાને મળ્યો નથી. તેને ઓપરેશનના બીજા તબક્કા હેઠળ રશિયા મોકલવામાં આવ્યો હતો.
ઇનપુટ હતા જ: એક વિદેશી આતંકવાદ વિરોધી એજન્સીએ 27 જુલાઈના રોજ ભારતને રશિયામાં ધરપકડ કરાયેલા હુમલાખોર અંગે માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશી આતંકવાદ વિરોધી એજન્સીએ ભારતને કહ્યું હતું કે, કિર્ગિસ્તાન અને ઉઝબેકિસ્તાનના 2 આત્મઘાતી હુમલાખોરો ભારતમાં આતંકવાદી હુમલાની તૈયારી કરી રહ્યા છે. તેમાંથી એક તુર્કીમાં સ્થિત હતો.
નુપુર ટાર્ગેટ: ભારતને કહેવામાં આવ્યું હતું કે, તેઓ રશિયાના માર્ગે આવશે અને આવેદન ઓગસ્ટમાં મોસ્કો ખાતે દૂતાવાસ અથવા અન્ય કોઈ વાણિજ્ય દૂતાવાસમાં જશે. આ વિગતો ભારત દ્વારા રશિયા સાથે શેર કરવામાં આવી હતી. ત્યાર બાદ રશિયન ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB) દ્વારા આઝમોવની અટકાયત કરવામાં આવી. નુપુર શર્મા એના ટાર્ગેટ પર હતી.

