વાંકાનેર શહેરના ટાઉન હોલ ખાતે આવેલ ગ્રાઉન્ડમાં વર્ષોથી જન્માંષ્ટમી પર્વ,ગણેશોત્સવ તેમજ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જોકે આ વર્ષે પાલિકા સુપર સીડ થઇ જતા હાલ વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે અને જેના કારણે હાલ રાજકીય અગ્રણી જીતુભાઈ સોમાણીની પકડ ઢીલી પડતા નગરપાલિકા હસ્તકનું ટાઉનહોલ સામે આવેલ મેદાનમાં ધાર્મિક કાર્યક્રમ મુદે વિવાદ છેડાયો છે વાક્નેર નગરપાલીકાના વહીવટદાર આ મેદાનની જાહેર હરરાજી કરવાની પ્રકિયા હાથ ધરવામાં આવતા જીતું સોમાણી અને તેમના સમર્થકોમાં રોષની લાગણી પ્રસરી ગઈ છે જીતુભાઈ સોમાણીએ પાલિકાના વહીવટદાર કોઈ મોટા રાજકીય નેતાના હાથા બનવાનો આક્ષેપ કર્યો હતો અને આં મેદાન ધાર્મિક કાર્યક્રમ માટે છે જેથી તેની હરરાજી ન કરવામાં આવે તેવી માગ સાથે અચોક્કસ મુદતના ઉપવાસ આંદોલન શરુ કર્યા છે. જીતું સોમાણીના ઉપવાસ આંદોલનથી રાજકીય માહોલ ગરમાયો છે.
જીતુભાઈના ઉપવાસ આંદોલનના સમર્થનમાં આજે મહિલાઓએ લોહાણા સમાજની વાડીથી નગરપાલિકા કચેરી સુધી રેલી કરી હતી અને પાલિકા દ્વારા જે રીતે ગણેશોત્સવના મેદાનની હરરાજી કરવાની જાહેરાત કરી છે તેનાથી તેઓની ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આક્ષેપ સાથે પાલિકાના વહીવટદાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો.

જીતું સોમાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વાંકાનેર નગરપાલિકા દ્વારા આ ગણેશમહોત્સવ મેદાનમાં છેલ્લા ૧૨ વર્ષથી ધાર્મિક કાર્યક્રમ થતા હોવાથી પાલિકા દ્વારા આ મેદાનમાં ટોકન ભાડે મેદાન ધાર્મિક કાર્યક્રમ માટે ફાળવવા અમે અગાઉ ઠરાવ કર્યો હતો બાદમાં પ્રાદેશિક કમિશ્નરની હાજરીમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર મામલતદાર પ્રાંત અધિકારી તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ મેદાન જન્માષ્ટમી સમિતિને આપવા સહમતી સાધવામાં આવી હતી જોકે વહીવટદાર દ્વારા રાજકીય લોકોના ઈશારે આ મેદાનની હરરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા

