રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં 56 એએસઆઈને પીએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે બઢતી સાથે સાથે તમામની આંતરરાજ્ય બદલી પણ કરવામાં આવી છે અને આ બઢતી અને બદલીનો ઘાણવો નિકડ્યો છે જેમાં મોરબી જિલ્લામાં એક વધુ પીએસઆઈ મળ્યા છે પશ્ચિમ કચ્છમાં ફરજ બજાવતા રોહિતકુમાર નટવરલાલ ભટ્ટને મોરબી જિલ્લામાં મૂકવામાં આવ્યા છે
ઉલ્લેખનીય છે કે રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા પોલીસ બેડામાં મોટા ફેરબદલ થઈ રહ્યા છે. તાજેતરમાં જ IPS અને ડીવાયએસપીની બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે ASIની PSIમાં બઢતી સાથે બદલી કરવામાં આવી છે.તો હજુ પણ 50 જેટલા આઇપીએસની બદલીનો તખ્તો ઘડાઈ રહ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે.

