HomeGujaratમોરબી જિલ્લામાં કુલ 2281 મીમી પાણી વરસ્યુ સીઝનની કુલ ટકાવારી 82.86...

મોરબી જિલ્લામાં કુલ 2281 મીમી પાણી વરસ્યુ સીઝનની કુલ ટકાવારી 82.86 % વરસાદ

મોરબી જિલ્લા પર આ વર્ષે મેઘરાજા મહેરબાન હોય તેમ સમયસર વરસાદની પધરામણી થઇ હતી. જુન મહિનામાં થોડો વરસાદ ખેચાયા બાદ જુલાઈ અને ઓગસ્ટમાં બાકી રહેલી કસર પૂરી કરી દીધી હતી મોરબી જિલ્લામાં 20 ઓગસ્ટ સુધીમાં કુલ 2281 મીમી એટલે કે 91 ઇંચ વરસાદ થયો હતો. સરેરાશ વરસાદ જોઈએ તો 456 મીમી એટલે કે કે 18 ઇંચ જેટલો વરસાદ થાય છે. તાલુકા મુજબ સૌથી વધુ વરસાદ મોરબી તાલુકામાં 632મીમી એટલે કે 93.82 % ટકા વરસાદ થયો છે અન્ય તાલુકાની સ્થિતિ જોઈએ તો ટંકારામાં 559મીમી ટકાવારી મુજબ 88.44% ,માળીયા મી માં 388 મીમી એટલે કે 78.90 %,વાંકાનેરમાં 72.97 ટકા સાથે 390 મીમી જયારે હળવદમાં પણ 72.97% સાથે 351 મીમી વરસાદ વરસી ગયો હતો

મોરબી જિલ્લામાં છેલ્લે 2.5 મહિના દરમિયાન થયેલા સાર્વત્રિક વરસાદને પગલે મોરબી જીલ્લાના તમામ નાના મોટા જળાશયમાં પાણી ભરાયા છે જેના કારણે પીવાના પાણી તેમજ સિંચાઈની ચિંતા હળવી થઇ ગઈ છે ફ ઉપરવાસમાં થયેલા સારા વરસાદને પગલે જિલ્લાનાં 10 માંથી 6 ડેમમાં નવા નીર પણ આવ્યા છે. આ 6 પૈકી ડેમમાં સૌથી વધુ ડેમી 3 ડેમમાં થયું છે આ ડેમમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જળસ્તરમાં ૨.૧૩ ફૂટનો વધારો થયો છે.

આ ઉપરાંત અન્ય ડેમની વાત કરીએ તો છેલ્લા કલાક દરમિયાન મચ્છુ-1 ડેમમાં 0.66 ફૂટનો વધારો થતા કુલ સપાટી 31.09 ટકા થઇ છે. મચ્છુ-2 ડેમમાં 0.07 ફૂટ વધી કુલ 24.80ફૂટ થઇ છે આ ઉપરાંત , ડેમી-1 ડેમમાં 0.26 ફૂટ , ડેમી-2 ડેમમાં 0.33 ફૂટ અને બ્રાહ્મણી-2 ડેમમાં 2.13 ફુટ જેટલું જળસ્તર વધ્યું છે.  મેઘરાજાની આ બીજી ઇનિંગ ખરેખર મોરબીવાસીઓ પર ફળે અને તમામ જળાશય સંપૂર્ણપણે ભરાય તેવી ખેડૂતો અને જિલ્લાવાસીઓ આશા સેવી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW