મોરબી ખાટકીવાસ બારશાખ રજપુતશેરી વિસ્તારમાં જુગાર ધામ ચાલતું હોવાની બાતમી આધારે એ ડીવીઝન પોલીસે દરોડો પાડ્કયો હતો અને જુગાર રમતા મકબુલભાઇ હનીફભાઇ ઉર્ફે મમ્મુ કાશમાણી, કાદીરભાઇ સલીમભાઇ બાનાણી,યાસીનભાઇ રજાકભાઇ બકાલી, અશોકભાઇ નવીનચંદ્રભાઇ સરવૈયા, કનૈયાલાલ અમૃતલાલ ચાવડા, ઇકબાલભાઇ હૈદરભાઇ શેખને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ21 હજાર રોકડ સહીતનો મુદામાલ જપ્ત કર્યો હતો તો બીજા એક બનાવમાં મોરબીના સામાકાઠામાં આવેલ ઉમિયા નગર વિસ્તારમાં સિદ્ધરાજ ગળધરિયાના મકાન સામે જાહેરમાં જુગાર ધામ ચાલતું હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા પ્રકાશ નારણભાઇ શિંહોરા, કિશોરભાઇ નરશીભાઇ બાબરીયા ગાંડુભાઇ નોંધાભાઇ રાતડીયા, કાનજીભાઇ ઘનશ્યામભાઇ જંજવાડીયાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ ૬૨૫૦ રોકડ મુદમાલ જપ્ત કર્યો હતો આજ સ્થળ પરથી સિધ્ધરાજભાઇ કેશુભાઇ ગળધરીયા, વિક્રમભાઇ જેરામભાઇ દુદકીયા, જયંતીભાઇ પ્રભુભાઇ સનુરા સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુંવરીયાને ઝડપી લીધા હતા અને તેની 3960 રોકડ સહીતના મુદામાલ જપ્ત કર્યો હતો.