HomeGujaratમોરબીના ઉમા ટાઉનશીપમાં તિરંગા યાત્રા નીકળી, પૂર્વ ધારાસભ્ય દ્વારા રાષ્ટ્રધ્વજનું વિતરણ

મોરબીના ઉમા ટાઉનશીપમાં તિરંગા યાત્રા નીકળી, પૂર્વ ધારાસભ્ય દ્વારા રાષ્ટ્રધ્વજનું વિતરણ

ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અને ‘હર ઘર તિરંગા’ અભિયાન માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. ગુજરાતના અલગ અલગ જીલ્લાઓમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા પણ કાઢવામાં આવી રહી છે ત્યારે મોરબીના ઉમા ટાઉનશીપમાં પણ તિરંગા યાત્રા નીકળી હતી જે યાત્રા દરમિયાન પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા રાષ્ટ્રધ્વજનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

મોરબીના ઉમા ટાઉનશીપમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા સમગ્ર ઉમા ટાઉનશીપ સોસાયટીમાં ફરી હતી અને ભારત માતા કી જય, વંદે માતરમના નારા ગૂંજ્યા હતા. તિરંગા યાત્રામાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની આગેવાની હેઠળ બાળકો અને સ્થાનિક રહેવાસીઓ સહીત 200 થી વધુ લોકો જોડાયા હતા. આ તકે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા 1000 થી વધુ તિરંગાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW