HomeGujaratજામકંડોરણા ભાયાવદર હાઇવે શરૂ, મોટી રાહત થઈ

જામકંડોરણા ભાયાવદર હાઇવે શરૂ, મોટી રાહત થઈ

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ગત તારીખ 8 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે અતિ ભારે વરસાદના થયો હતો. જેના કારણે જામકંડોરણા-અરણી-ભાયાવદર રોડ પર ભાંખ ગામના પાટીયા પાસે પુલમાં સ્લેબડ્રેઇનને નુકસાન થયું છે. આ પુલમાં ભંગાણ પડ્યું હતું. જેની માઠી અસર વાહન વ્યવહારને થઈ છે.

કોઈ અકસ્માત કે જાનહાનિ ન થાય તે હેતુસર માર્ગ અને મકાન વિભાગ મારફત વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. આ રસ્તાની તાત્કાલિક ધોરણે મરામત કરી હંગામી રસ્તો ચાલુ કરવા જરૂરી પગલાં ભરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સરકારે આ પુલ ઉપર નવું નાળું બનાવવાં માટે મંજુરી આપી દીધી છે.પણ વરસાદને કારણે કોઈ કામગીરી થઈ નથી. તેથી લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા વરસાદી માહોલમાં થોડો વિરામ લેવામાં આવ્યો છે. હવે પુલ મરામતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તેમ માર્ગ અને મકાન વિભાગની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW