આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં છેલ્લા એક વર્ષથી શાળા-કોલેજો તેમજ સરકારી કચેરીઓમાં દેશભક્તિને લગતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ વર્ષે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકાર દ્વારા તિરંગા યાત્રા તેમજ હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવા અપીલ કરવામાં આવી છે ત્યારે મોરબીમાં પણ જીલ્લા ભાજપ તેમજ તેમજ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા શહેરના શનાળા રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરથી નીકળીને સરદારબાગ, રામ ચોક, ગાંધી ચોકથી રવાપર રોડ થી બાપા સીતારામ ચોક થઈને સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. આ તિરંગા યાત્રામાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા,પાલિકા પ્રમુખ કે કે પરમાર અને જીલ્લા કલેક્ટર જે બી પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરિયા તેમજ પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો \ સહીત જીલ્લા વહીવટી તંત્ર, ભાજપના પદાધિકારીઓ તેમજ વિવિધ શાળા કોલેજના 2000 છાત્રો સહિતના જોડાયા હતા.

દેશ પ્રેમની વાતો કરતા તેમજ વિશ્વમાં સૌથી મોટો રાજકીય પક્ષ હોવાના દાવા કરતા ભાજપના કાર્યકરો અને હોદેદારોની આ યાત્રામાં પાખી હાજરી જોવા મળી હતી જાણે અહી જૂથવાદ ચાલતું હોય તેમ એક જૂથના આગેવાનો હતા અને બીજા જૂથના કાર્યકરો જોડાયા ન હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી જોકે આ ત્રિરંગા યાત્રાની શાળા કોલેજના છાત્રોએ લાજી રાખી હોય તેમ 2000થી વધુ છાત્રો ત્રિરંગા યાત્રામાં ઉમટી પડ્યા હતા

