વાંકાનેરના મુસ્લિમ ધર્મના અનુયાયી દ્વારા મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે છેલ્લા એક સપ્તાહ કરતા પણ વધારે સમયથી મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયાનું નિર્માણ કરવામાં આવ્યુ હતું, અને સોમવારે મોડી રાત્રે વાંકાનેર શહેરમાં તાજિયા પડમાં આવ્યા હતા અને શહેરનાં મુખ્ય વિસ્તારોમાં તાજિયાનું શાંતિપૂર્ણ ઝુલુસ નીકળ્યું હતું. એ દરમિયાન હિન્દુ-મુસ્લિમ પરિવારોએ રોજા સહિત ખડી ચોફી તેમજ અન્ય માનતાઓ ભાવપૂર્ણ પૂરી કરી, શ્રધ્ધા ભાવ વ્યક્ત કર્યો હતો.ઈસ્લામ ધર્મમાં ‘ઇદ’ એ આનંદ-ઉલ્લાસનો તહેવાર છે. જયારે મોહરમ એ ક્રુરત ઈમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની યાદમાં મનાવાતો શોકનો તહેવાર છે. દસ દિવસીય આ પર્વ દરમિયાન મુસ્લિમ સમાજ અમુક નિયમોનું ખાસ પાલન કરે છે અને રોજા રાખે છે. કરબલાની દુઃખદ ઘટના આજથી આશરે 1400 વર્ષ પૂર્વે બની હતી.પયગમ્બરે ઈસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલ્લાના નવાસા દોહિત્ર હઝરત ઇમામ હુસૈન અલહિસ્સલામે પોતાના બોતેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી હતી. આમ શહીદોની યાદમાં મનાવાતા આ પર્વમાં વાંકાનેર માં મુસ્લિમ સમાજે પણ બંદગી કરી હતી.

