HomeGujaratતાજિયા ઝુલુસમાં વીજ વાયરથી 2 વ્યક્તિના મૃત્યું, દોડધામ થઇ ગઇ

તાજિયા ઝુલુસમાં વીજ વાયરથી 2 વ્યક્તિના મૃત્યું, દોડધામ થઇ ગઇ

જામનગરમાં તાજીયાના ઝુલુસ દરમિયાન એક તાજીઓ જીવંત વિજતારને સ્પર્શી જતા થયેલ શોક સર્કિટના કારણે વીજ સોક લાગતા બે યુવાનોના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે અન્ય 10 હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંના બે યુવાનોની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. માતમ પૂર્વે જ ગોજારી ઘટનાથી માતમ છવાઈ જતા શહેરભરમાં શોકનું મોજુ ગયું છે.

શોકનું વાતાવરણ: જામનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં તાજીયાઓનું ઝુલુસ દર વર્ષે કાઢવામાં આવે છે. લગભગ એકાદ મહીનો સુધી મુસ્લિમ બિરાદરો આ તાજિયાઓને અવનવા શણગાર આપે છે. મોહરમના દિવસે તાજીયાઓનું ઝુલુશ નીકળતું હોય છે, સોમવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો એ સાંજે ઝુલુસ કાઢ્યું હતું. જેમાં ધરાનગર બે વિસ્તારમાં નારા સાથે ઝુલુસ આગળ વધી રહ્યું હતું. ત્યારે મોટી ઊંચાઈ ધરાવતો તાજીયો પસાર થતા 11 કેવીના જીવંત વાયરને સ્પર્શી ગયો હતો. જેને લઇને સૉર્ટ સર્કિટ થતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

બેના મૃત્યુ: દુર્ઘટનામાં તાજીયાની નજીક રહેલ 15 યુવાનો વિજ શોકનો ભોગ બન્યા હતા. જેને લઈને તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ધરારનગરમાં રહેતા આશિફ યુનુસ મલેક અને મહંમદ વાહિદ નામના બે યુવાનોના મોત થયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW