HomeNational12,000 રૂપિયાથી સસ્તો ચાઈનીઝ ફોન ભારતમાં થશે પ્રતિબંધિત, સરકારનો નિર્ણય

12,000 રૂપિયાથી સસ્તો ચાઈનીઝ ફોન ભારતમાં થશે પ્રતિબંધિત, સરકારનો નિર્ણય

ભારતમાં ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ પર મોટી કાર્યવાહીના સમાચાર છે. અહેવાલો આવી રહ્યા છે કે ભારતમાં 12,000 રૂપિયાથી ઓછી કિંમતના ચાઈનીઝ ફોન પર પ્રતિબંધ મૂકવામાં આવશે. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકારે લાવા, માઇક્રોમેક્સ જેવી સ્થાનિક કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લીધો છે.

આ કંપનીને ફટકો: સરકારના આ નિર્ણયથી Xiaomi, Vivo, Oppo, Poco, Redmi, Realme જેવી કંપનીઓને મોટો ફટકો પડ્યો છે, જો કે આ મામલે સરકાર કે ચીનની કોઈપણ કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સરકારના આ નિર્ણયનો હેતુ એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં સ્થાનિક કંપનીઓનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો છે. તમને જણાવી દઈએ કે ભારત અત્યારે દુનિયાનું બીજું સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ છે, પરંતુ ચીનની કંપનીઓનો કબજો છે. આ ચીની કંપનીઓ સમક્ષ સ્થાનિક કંપનીઓ ટકી શકવા સક્ષમ નથી.

મોટી અસર: સરકારના આ નિર્ણયથી સેમસંગ અને એપલને ઘણો ફાયદો થશે. જ્યારે સેમસંગ તેના સ્માર્ટફોનને મિડરેન્જ અને એન્ટ્રી લેવલમાં સતત ઓફર કરી શકે છે, ત્યારે Apple પણ મિડરેન્જમાં આગળ વધી શકે છે. તમને જણાવી દઈએ કે Vivo, Oppo અને Xiaomi જેવી કંપનીઓ પહેલાથી જ આવકવેરા વિભાગના નિશાના પર છે. આ કંપનીઓ પર ટેક્સ ચોરીનો પણ આરોપ છે. તાજેતરમાં આ કંપનીઓ પર EDના દરોડા પણ પડ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW