મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પંચાયત કચેરીના હોલમાં ખાતે ગત 5 ઓગસ્ટ ના રોજ નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણીમાં કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંગે મહિલાઓને તેમના અધિકાર તેમજ તેમને મળતી સામજિક સુરક્ષા અંગે માહિતી આપવામાં આવી હતી. આ તકે વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ જીજ્ઞાબેન ,હુસેનભાઈ સદસ્ય તાલુકા પંચાયત વાંકાનેર, માધવી જન કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણાબેન પંડયા, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, ૧૮૧, મહિલા અને બાળ અધિકારીનો તમામ સ્ટાફ હાજર રહ્યા હતા. આ સેમીનાર દહેજ પ્રતિબંધક અધિકારી નિલેશ્વરીબા ગોહિલ દ્રારા ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ અન્વયે વિસ્તૃત કાયદાકીય સમજ આપવામાં આવેલ અને કામકાજના સ્થળે જાતીય સતામણીના કાયદા વિષે સમજણ આપવામાં આવી. અને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાકીય તમામ મહિલાલક્ષિ યોજનાની માહિતી આપવામાં આવેલ. તેમજ અંતે કીટ વિતરણ કરવામાં આવ્યું

