કચ્છ પાસે આવેલા અતિ સંવેદનશીલ હરામીનાળા દરાયાઈ વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. BSFને જોઈ બોટ સવારો ફરાર થઈ ગયા હતા. ગુરુવારે સવારે ભારતીય સીમા સુરક્ષા દળની ટુકડી પેટ્રોલીંગમાં હતી ત્યારે ઓપરેશન પાર પાડ્યું હતું. બોટમાંથી માછલી પકડવાની જાળ અને અન્ય સાધનો જપ્ત કરાયા છે. આ બોટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
ગુરુવારે સવારે
બીએસએફએ પેટ્રોલીંગ કરી રહ્યું હતું ત્યારે હરમીનાળા વિસ્તારમાં બે પાકિસ્તાની બોટને ભારતની સીમામાં પ્રવેશ કરતાં જોતાં તેને ઝડપી પાડી હતી. દરમ્યાન બીએસએફને નજીક આવતા જોઈ પાકિસ્તાની માછીમારો બોટ મૂકી ને પાકિસ્તાન તરફ ભાગી ગયા હતા, હાલ BSFની 59 બટાલિયનના જવાનો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
બોટમાં સવાર માછીમારો બોટ મુકીને નાસી ગયા હતા, જ્યારે બોટ મૂકીને નાસી છૂટેલા માછીમારોને ઝડપી લેવા સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

