એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે દિલ્હીમાં કોંગ્રેસની માલિકીની નેશનલ હેરાલ્ડ ઓફિસમાં આવેલી યંગ ઈન્ડિયનની ઓફિસને અસ્થાયી રૂપે સીલ કરી દીધી છે. EDએ યંગ ઈન્ડિયનની ઓફિસની બહાર એક નોટિસ ચોંટાડી છે, જેના પર તપાસ અધિકારીની સહી છે. નોટિસમાં લખ્યું છે કે એજન્સીની પરવાનગી વિના આ ઓફિસ ખોલી શકાય નહીં. EDની આ કાર્યવાહી બાદ દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.

આધાર વગરનો દાવો: કોંગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, સલમાન ખુર્શીદ, દિગ્વિજય સિંહ, પી ચિદમ્બરમ અને અન્ય કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના કાર્યાલય અને 10 જનપથ નિવાસની બહાર પણ વધારાની પોલીસ દળ તૈનાત કરવામાં આવી છે. નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે કહ્યું કે, “મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં, અમે સ્પષ્ટપણે કહ્યું છે કે આ કેસમાં કોઈ આધાર નથી કારણ કે તેમાં કોઈ મની લોન્ડરિંગ નથી.” જો પૈસા સામેલ ન હોય તો મની લોન્ડરિંગ કેવી રીતે થઈ શકે?

