અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દાણીલીમડા ચંડોળા તળાવ આસપાસમાં ગેરકાયદે વીજ જોડાણ કરી આપીને લોકો પાસેથી રૃપિયા પડાવીને વીજ કંપનીને લાખો રૃપિયાનું નુકસાન કરવાનો ગોરખધંધો ધમધમી રહ્યો છે. દાણીલીમડા વિસ્તારમાં વીજકંપનીની ટીમે દરોડો પાડીને ઓફિસો તથા મકાનોમાંથી કુલ 28 ગેરકાયદે વીજ જોડાણો પકડી પાડયા હતા.
આવી રીતે થયું છતું: શાહપુર જ્યુબીલીહાઉસ ક્વાટર્સમાં રહેતા અને શાહપુર ઝોનલ ઓફિસમાં ેએક્ઝિીક્યુટીવ ઓફિસર તરીકે નોકરી કરતા બ્રિજેશકુમાર બાલહરિસિંહ ઠાકુરે દાણીલીમંડા પોલીસ સ્ટેશનમાં દાણીલીંમડામાં સાગર ટાઇલ્સની બાજુમાં છીપા સોસાયટી પાસે ભારત ટ્રેડર્સના ઇમરાન હાજી મોહંમદ શેખ તથા હારુન હાજી મોહંમદ શેખ નામના બે ભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ દ્વારા ગેર કાયદે વીજ જોડાણ આપવામાં આવી રહ્યા હોવાની બાતમી આધારે આજે સવારે વીજ કંપનીના કર્મચારીઓને સાથે રાખીને દરોડો પાડયો હતો.

મકાન ભાડે આપતા: જેમાં આરોપીઓ દ્વારા કોમર્શિયલ ઓફિસો અને મકાનો ભાડે આપીને તેમાં ગેર કાયદે વીજ જોડાણ કરીને આપ્યા હતા. વીજ કંપની દ્વારા આવા 28 ગેરકાયદે વીજ જોડાણ કટ કરીને બન્ને ભાઇ સામે ગુનો નોંધાવતાં દાણીલીમડા પોલીસે તેઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે

