HomeGujaratટેલિકોમ સેક્ટરમાં અદાણી ગ્રુપની એન્ટ્રી મળ્યા 5G સ્પેક્ટ્રમ ના 20 વર્ષના રાઇટ્સ

ટેલિકોમ સેક્ટરમાં અદાણી ગ્રુપની એન્ટ્રી મળ્યા 5G સ્પેક્ટ્રમ ના 20 વર્ષના રાઇટ્સ

અદાણી ઉદ્યોગ સમૂહના ડીજીટલ કનેક્ટીવિટી સોલ્યુશનના અંગ એવી અદાણી ડેટા નેટવર્ક્સ લિ.(ADNL), એ 26 GHz મીલીમીટર વેવ બેન્ડમાં સ્પેક્ટ્રમના 400 MHzનો ઉપયોગ કરવા માટેના અધિકાર મેળવ્યા છે. ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી સૌપ્રથમ 5G ની નિલામીમાં અદાણી ડેટા નેટવર્કસ લિ.એ ૨૦ વર્ષ માટે સ્પેક્ટ્રમ પ્રાપ્ત કર્યું છે.નવા હસ્તગત કરાયેલા આ 5G સ્પેક્ટ્રમથી એક એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં મદદ મળવાની અપેક્ષા સાથે અદાણી સમૂહના પોતાના મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રાથમિક ઉદ્યોગ અને બિઝનેસનું ટુ કસ્ટમર બિઝનેસ પોર્ટફોલિયોના ડિજિટાઈઝેશનની ગતિ અને પહોંચને વેગ આપશે. ડિજિટલ સક્ષમતાના પ્રવેગથી મિલ્કતો પરના વળતરના દરમાં ભૌતિક લાંબા ગાળાનો સુધારો થશે. 400MHz સ્પેક્ટ્રમની પ્રાપ્તિ એ તેના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટફોલિયોને એકીકૃત કરવા તરફનું અદાણી સમૂહનું પ્રથમ પગલું છે, જેમાં ડેટા સેન્ટર્સ, ટેરેસ્ટ્રીયલ ફાઈબર અને સબમરીન કેબલ્સ, ઈન્ડસ્ટ્રીયલ ક્લાઉડ, AI ઈનોવેશન લેબ્સ, સાયબર સિક્યોરિટી અને સુપર એપ્સનો સમાવેશ થાય છે.

આ પ્રથમ 5G મલ્ટિ-બેન્ડ મલ્ટિ-રાઉન્ડ મલ્ટિ-પ્લેયર સ્પેક્ટ્રમ લિલામીની પારદર્શક અને કાર્યક્ષમ પ્રક્રિયાની આપણે પ્રશંસા કરવી જ જોઈએ. આપણી સરકાર આત્મનિર્ભર ભારતની સફરમાં જે ડિજિટલ કુશળતા લાવે છે તે તેની એક મહાન અભિવ્યક્તિ છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, 5G આપણા દેશની કનેક્ટિવિટીની જરૂરિયાતોને અભૂતપૂર્વ રીતે હલ કરે છે અને ભવિષ્યમાં જરૂરી આઇટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા અમોને મદદરુપ થવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. “ઔદ્યોગિક 5G સ્પેસમાં અદાણી ગ્રૂપનો પ્રવેશ અમારી પોર્ટફોલિયો કંપનીઓને નવી એડ ઓન સેવાઓનો સેટ ઓફર કરવાની મોકળાશ આપશે અમે જે નિર્માણ કરી રહ્યા છીએ તે અન્ય તમામ ડિજિટલ સેગમેન્ટ્સનું મૂડીકરણ કરે છે. જ્યારે અમારો પોર્ટફોલિયો અતિ વિતરિત એસેટ ઇન્ટેન્સિવ ઇન્વેસ્ટમેન્ટ હોવાથી તમામ સેન્સરાઇઝેશન મારફત અને ઝડપથી IoT સક્ષમ બનવા ક્રાંતિ કરી રહ્યો છે, અમે માનીએ છીએ કે તમામ ઉપકરણો એકબીજા સાથે જોડાયેલા હોવાથી ડેટામાં હવે પછીનો ઉછાળો લોકો કરતાં મશીનો દ્વારા વધુ આવશે. આ ડેટાને વાસ્તવિક સમયમાં અન્ય મશીનો દ્વારા પ્રવાહિત, સંગ્રહિત, પ્રક્રિયા અને વિશ્લેષણ કરવાની જરૂર પડશે અને આ ક્ષમતા પ્રત્યેક ઉદ્યોગની સિકલ બદલી નાખશે. એટલું જ નહીં પરંતુ જે બજારની કલ્પના બહાર છે તેવી સેવાઓનો સમૂહ બનાવવામાં મદદ કરશે. આ વોલ્યુમ ત્વરિત રીતે ઉંચુ હશે અને ખાસ કરીને ભારત જેવા દેશમાં જ્યાં ટાયર 2 અને 3 શહેરો સૌથી ઝડપી સર્વાંગી વૃદ્ધિ કરી રહ્યા છે તેની ધારોધાર પેદા થશે, અદાણી ગ્રુપના ગૌતમ અદાણીએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW