અમદાવાદ/ ગોંડલ: ગોંડલના કમરકોટડા ગામે એક યુવાને કોમ્પિટિટિવ એક્ઝામમાં વારંવાર નાપાસ થવાના કારણે ગળાફાંસો ખાઇને પોતાનું જીવ ટૂંકાવ્યુ છે. આ યુવાનનું નામ જયેશ જીવરાજભાઈ સરવૈયા છે, જેણે પોતાનું જીવન ટૂંકાવતા પહેલા પોતાના મનની વાત એક નોટમાં લખી છે. આ યુવાને અઢી પાનાની ભાવુક સ્યૂસાઇડ નોટ લખી છે, જેમાં તેણે કોમ્પિટિટિવ એક્ઝામમાં સતત નાપાસ થવું, એક્ઝામના કોઈ ઠેકાણા ન હોવા, તેમજ ચોક્કસ તારીખ ન હોવાથી ઊભા થયેલા ડિમોટિવેશનને આત્મત્યાનું કારણ ગણાવ્યું હતું. ત્યારે આ ઘટનાને કારણે હાલ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સ્યુસાઇટ નોટમાં શું? મને ખબર છે કે, મારામાં એટલી તો હેસિયત છે કે હું ક્લાસ-3 એક્ઝામ કમ્પ્લીટ કરી શકું, પરંતુ અત્યારે ડિમોટિવેટ ફિલ કરું છું. કારણ કે એમના કોઇ ઠેકાણા નથી, ચોક્કસ તારીખ નથી, હવે હું મેન્ટલી થાકી ગયો છું. જીવનમાં આગળ શું કરવુ કંઈ નક્કી નથી કરી શકતો. સપના તો ઘણા હતા, સપના પાછળ મહેનત પણ કરી, પરંતુ મહેનત ઓછી પડી કદાચ.’ આમ હાલ તો આ યુવાને આત્મહત્યા કરી લેતા તેનું બિનસચિવાલયની પરીક્ષાનું ડ્રીમ હતું જે અધૂરું રહી ગયું. આ ઉપરાંત ફોરેસ્ટ, ક્લાર્ક, તલાટી, જુનિયર ક્લાર્ક જેવી અનેક પરિક્ષાઓમાં નિષ્ફળતા મળતાં તે હતાશ થયો હતો અને અંતે તેણે આ પગલું ભર્યું હતું.
Rohit Vemula forced to commit suicide due to caste discrimination & 22 year old Jayesh Sarvaiya from Rajkot's Gondal dies due to lack of employment. Irregular govt exams, anxiety with regards to career and joblessness are reasons cited in the suicide note. Shocking #gujaratmodel
— Jignesh Mevani (@jigneshmevani80) July 30, 2022
શું કહ્યું જીજ્ઞેશ મેવાણી એ: આ મામલે અમદાવાદથી જીજ્ઞેશ મેવાની એ કહ્યું હતું કે, આ કોઈ આત્મહત્યા નથી પણ રાજ્ય એ યુવાનની કરેલી હત્યા છે. આ અંગે તેમણે એક ટ્વીટ પણ કરેલું હતું. જેમાં રોહિત વેમુલા નો ઉલ્લેખ હતો.

