મોરબી જિલ્લામાં દુધાળા પશુઓ માટે કાળ બનીને આવેલ લમ્પી વાયરસને પગલે ખૂબ મોટી સંખ્યામાં ગાય તેમજ ગૌવંશ તેના શિકાર થઈ રહ્યા છે.આજ દિન સુધીમાં જિલ્લામાં સતાવાર કેસ 1078 થી વધુ છે. તો મોતનો સતાવાર આંક 65ની આસપાસ છે જોકે પશુપાલકોના મતે ખૂબ મોટી સંખ્યામાં તેમના પશુઓના મોત થયા છે પરંતુ આ અંગે જાણકારીનો અભાવ હોવાથી ઘણા પશુપાલકો દ્વારા જાતે જ નિકાલ કરી દીધો છે.મોરબી જિલ્લામાં ગૌ વંશના મોટા પાયે મોત થવાને પગલે એક તરફ પશુપાલકોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે બીજી તરફ પશુપાલન વિભાગ પણ દોડતું થઈ ગયું છે.
મોરબી જિલ્લામાં લમ્પી વાયરસથી થતા પશુઓનો યોગ્ય નિકાલ પણ ન થતી હોવાની ફરિયાદ ઉઠી છે.લમ્પી વાયરસને કારણે જો કોઈ પશુનું મોત થાય તો તે પશુઓના નિકાલની જવાબદારી ગ્રામ્ય વિસ્તારમાં પંચાયતની જ્યારે શહેરી વિસ્તારમાં નગરપાલિકા કે મહાનગરપાલિકાની રહે છે જોકે મોરબી જિલ્લાના મોટા ભાગના ગામમાં આ જવાબદારી પશુપાલકો પર નાખી દેવામાં આવે છે.પશુપાલકો પણ જાણકારીના અભાવે ગામની સિમ વિસ્તારમાં ખુલ્લામાં ફેંકી દેતા હોય છે અને આ કારણે ખુલ્લામાં જ ગાય કે ગૌવંશનો મૃતદેહ સળવા લાગે છે. મોરબી નજીક આવેલ જોધપર ગામથી દૂર મચ્છુ ડેમના પાછળ ભાગે આ રીતે ખૂબ મોટી સંખ્યામાં ખુલ્લામાં મૃતદેહનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ સ્થળ પર ખૂબ મોટી સંખ્યામાં ગૌવંશના મૃતદેહ પડેલા છે આ મૃતદેહ ક્યાંથી આવે છે અને કોણ નાખી જાય છે તે અંગે કોઈ જાણકારી નથી
તેમજ આમાંથી કેટલા પશુઓના કુદરતી રીતે મૃત્યુ થયા છે કે લમ્પી વાયરસથી તે અંગે પણ કોઈ જાણકારી નથી જે રીતે પશુઓન મૃતદેહ આ જગ્યા પર આડેધડ રીતે ખુલ્લામાં પડ્યા છે.તે ચિંતાજનક છે. કારણ કે આ જગ્યાથી અમૂક કિમી દૂર મચ્છુ 2 ડેમ આવેલ છે. મૃતદેહને યોગ્ય રીતે દફનાવવામાં કેમ નથી આવતો તે મોટો સવાલ છે શું આ ગંભીર બેદરકારી કોઈના ધ્યાનમાં છે કે નહીં તે પણ મોટો સવાલ છે.પશુપાલન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રને આ અંગે જાણકારી છે કે કેમ તે પણ મોટો સવાલ છે
લમ્પી વાયરસથી થતા ગાયના મૃતદેહ નિકાલ અંગે જિલ્લા પશુપાલન અધિકારી કે આર કટારાના જણાવ્યા મુજબ કોઈ પણ ગામ કે નગરપાલિકા વિસ્તારમાં લમ્પી વાયરસથી પશુના મોત થાય તો તે મૃતદેહનો નિકાલ કરવાની જવાબદારી જે તે ગ્રામ પંચાયત અથવા શહેરી વિસ્તારોમાં નગરપાલિકાની રહે છે અને મૃતદેહનો નિકાલ કરવા રહેણાંક વિસ્તાર, જળાશય કે અન્ય કોઈ પણ રીતે કોઈને નડતર રૂપ ન થાય તેવી જગ્યાએ યોગ્ય રીતે ઊંડા ખાડામાં મીઠું તેમજ જંતુનાશક દવાનો છટકાવ કરીને પશુના મૃતદેહનેદફન કરવામાં તે જરૂરી છે તેનાથી મૃતદેહ ઝડપથી ડિકમ્પોઝ થવા લાગે છે અને રોગચાળો થવાની પણ શક્તયા રહેતી નથી.

