HomeGujaratCentral Gujaratવીજદરમાં ફરી ભાવ વધારો, ખિસ્સું ખાલી કરવા તૈયાર રહેજો

વીજદરમાં ફરી ભાવ વધારો, ખિસ્સું ખાલી કરવા તૈયાર રહેજો

પેટ્રોલ-ડીઝલ, શાકભાજી, કઠોળ, LPG ગેસ બાદ હવે વીજળીના દરમાં પણ વધારો થયો છે. સરકારની વીજ કંપનીઓએ વીજદરમાં વધારો કર્યો છે. સરકારી વીજ કંપનીઓએ યુનિટ દીઠ 79 પૈસાનો વધારો કર્યો છે.

ભાવ વધવા પાછળનું કારણ: વીજળીમાં યુનિટ દીઠ 79 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે ગુજરાતના 1 કરોડ 40 લાખ લોકો પર રુપિયા 8 હજાર 690 કરોડનો બોજ પડશે. ગુજરાત સરકારની વીજ કંપનીઓની કુલ ઉત્પાદન ક્ષમતાની તુલનાએ માત્ર 43 ટકા જ વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું હોવાથી વીજળીની અછત વર્તાઈ રહી છે. બીજી તરફસરકારી વીજ કંપનીઓ ખાનગી વીજ કંપની પાસેથી વીજળી ખરીદે છે. ખાનગી વીજ કંપનીઓ પાસેથી ખરીદી કરતા હોવાથી વીજળીના ભાવ વધ્યા છે.

ગુજરાતના ઉદ્યોગો, કોમર્શિયલ એકમો અને રહેઠાણોની વીજળીની ડિમાન્ડ ઘણી વધી ગઈ છે. તેથી વીજળીની ડિમાન્ડ 20 હજાર મેગાવોટને ઓળંગી ગઈ છે. તેની સાથે જ કૃષિ ક્ષેત્રની વીજળીની ડિમાન્ડ પણ વધી રહી છે. ગુજરાત ધીમી ગતિએ વીજ સંકટ તરફ ઢસડાઈ રહ્યું હોવાનું જણાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW