HomeGujaratકોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો, જાણો નવો ભાવ

કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો, જાણો નવો ભાવ

નવી દિલ્હી: કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મોંઘવારી વચ્ચે સામાન્ય લોકો માટે આ રાહતના સમાચાર છે. આજ(1 ઓગસ્ટ)થી કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 36 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓગસ્ટના પ્રથમ દિવસે લોકોને વાવડ મળ્યા છે. આજથી દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર 2012.50 રૂપિયાના બદલે 1976.50 રૂપિયામાં મળશે.

કોલકાતા મુંબઈના ભાવ: કોલકાતામાં તેની કિંમત 2132.00 રૂપિયાને બદલે 2095.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે મુંબઈમાં 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર ખરીદવા માટે હવે 1936.50 રૂપિયા ચૂકવવા પડશે અને ચેન્નાઈમાં તેની કિંમત 2141 રૂપિયા થઈ ગઈ છે. ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો તમે દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર ખરીદો છો, તો તમારે 1053 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય કોલકાતામાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1079 રૂપિયા છે. બીજી તરફ મુંબઈમાં આ માટે ચેન્નાઈમાં 1052 રૂપિયા ચૂકવવા પડશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW