HomeGujaratઆજથી ડાંગમાં મોન્સુન ફેસ્ટિવલ શરૂ, અનેકવિધ આકર્ષણ

આજથી ડાંગમાં મોન્સુન ફેસ્ટિવલ શરૂ, અનેકવિધ આકર્ષણ

આજથી ડાંગમાં ‘મેઘમલ્હાર પર્વ’નો પ્રારંભ થયો છે. રાજ્યના પ્રવાસન મંત્રી પુર્ણેશ મોદી દ્વારા ‘મેઘમલ્હાર પર્વ’નો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.

સેલ્ફી પોઇન્ટ બનાવ્યો: આ પ્રસંગને લઇને સમગ્ર સાપુતારાને લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં પર્યટકોને આકર્ષવા માટે વિવિધ સ્થળે સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ સાપુતારામાં અન્ય આકર્ષણો પણ રાખવામાં આવ્યા છે. ગિરિમથક સાપુતારામાં આજથી એક મહિના માટે આ ‘મેઘમલ્હાર પર્વ’ યોજાશે.

અનેક પ્રોજેક્ટ: મેઘ મલ્હાર પર્વ-2022ના પ્રારંભ સાથે સાપુતારામાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તૈયાર કરાયેલા અંદાજીત રુ. 24.58 કરોડના વિવિધ પ્રકલ્પોનુ પણ લોકાર્પણ કરાર્યુ. તે પૂર્વે રંગારંગ ઉદ્ઘાટન પરેડ પણ યોજાઇ. આ સાથે જ મંત્રી પુર્ણેશ મોદી દ્વારા મ્યૂઝિકલ ફાઉન્ટેન, એમ્ફિ થિયેટર, એડ્વેંચર પાર્ક, બોટિંગ જેટ્ટી એરિયા ડેવલપમેન્ટ, અને ફ્લોટિંગ જેટ્ટી હયાત લેકની ફરતે કેનોપીઝ, મોલ રોડના વિકાસની કામગીરી, મહાદેવ મંદિર પાસે પાર્કિંગ, માઇનોર બ્રીજ્સ, દુકાનો, ટીસીજીએલ શોપ્સનુ રિનોવેશન વગેરેનો પણ પ્રારંભ કરાવવામાં આવ્યો.

એક મહિના સુધી ચાલશે:સતત એક મહિવો ચાલનારા ‘મેઘમલ્હાર પર્વ’ દરમિયાન પર્યટકોને માણવા મળશે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. વિવિધ રમત સ્પર્ધાઓ, મનોરંજક એક્ટિવિટી સહિત શ્રેણીબદ્ધ કાર્યક્રમોનો પણ લ્હાવો પણ સહેલાણીઓને મળશે. ચોમાસામા નવપલ્લવિત થઈ ઉઠતી ડાંગ જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકોને મેઘમલ્હાર પર્વ દરમિયાન સાપુતારાના મુખ્ય ડોમ ખાતે શનિ, રવિની રજાઓ સહિત જાહેર રજાઓના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા મળશે. 19 ઓગસ્ટ 2022ના જન્માષ્ટમીના પર્વે દહીં હાંડી સ્પર્ધા, રેઇન રન મેરેથોન, બોટ રેસિંગ, તથા નેચર ટ્રેઝર હન્ટ ના વિશેષ કાર્યક્રમોનુ પણ આયોજન કરાયુ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW