HomeNationalવિટામિનની ગોળીનું કહીને પતિ એ જ એબોર્ષણ પિલ આપી દીધી

વિટામિનની ગોળીનું કહીને પતિ એ જ એબોર્ષણ પિલ આપી દીધી

પાંચ મહિનાની પ્રેગ્નન્ટ પત્નીએ ગર્ભપરીક્ષણ કરાવવાની ના પાડી આ વાતમાં પતિને ગુસ્સો આવતા પત્નીને એબોર્ષનની ગોળી આપી દીધી. કાંદિવલીમાં સાસરે આવેલી ૩૪ વર્ષની પાંચ મહિનાની પ્રેગ્નન્ટ મહિલાને તેના પતિએ ગર્ભપરીક્ષણ માટે જબરદસ્તી કરી હતી જેના માટે તેણે ઇનકાર કરતાં પતિએ વિટામિનની દવા આપવાના બહાને ગર્ભપાતની દવા મહિલાને આપી

આવું બન્યું:વૈશાલી વિકાસ સાથલિયાએ કરેલી ફરિયાદ અનુસાર માર્ચ મહિનામાં તે પ્રેગ્નન્ટ થઈ હતી, જેની માહિતી પતિ વિકાસને આપતાં તેણે ગર્ભપરીક્ષણ કરવા માટે કહ્યું હતું. એ માટે વૈશાલીએ ચાર મહિનાથી વિરોધ કર્યો હતો. બાવીસમી જુલાઈએ સાંજે ઘરે બધા બેઠા હતા ત્યારે વિકાસે વૈશાલીને ત્રણ સફેદ ગોળી આપી હતી અને કહ્યું હતું કે આ ગોળી વિટામિનની છે. વૈશાલી એ ખાધા પછી તેની મિત્ર ઊર્મિલાના ઘરે જવા નીકળી હતી. દિવા સ્ટેશન પહોંચતાં જ તેના પેટમાં જોરદાર દુખાવો શરૂ થયો હતો. એકાએક થયેલા દુખાવાને કારણે તેને દિવાની બાબાસાહેબ આંબેડકર હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હતી જ્યાં તેનું મિસકૅરેજ થયું હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW