HomeNationalશ્રીલંકા નહીં આ ભારતનું ચિત્ર છે, ટ્રેનની ઉપર બેસી યુવાનો એ કરી...

શ્રીલંકા નહીં આ ભારતનું ચિત્ર છે, ટ્રેનની ઉપર બેસી યુવાનો એ કરી જોખમી સવારી

હરિયાળી અમાસ પર પિકનિક મનાવવા અને ફરવા નીકળેલા યુવાનોએ જીવ જોખમમાં નાખીને ટ્રેનની મુસાફરી કરી હતી. ખચાખચ ભરેલી ટ્રેનમાં જગ્યા ન મળવા પર યુવાનો ટ્રેનની છત પર ચડી ગયા. આ રેલવે માર્ગ સંપૂર્ણ રીતે ઘાટ સેક્શન છે જ્યાં વરસાદમાં, પથ્થરો ધસી પડવાની આશંકા રહે છે. રેલવેનો આ માર્ગ મીટર ગેજ એટલે કે નાનો ટ્રેક છે, જેના આમાન પરિવર્તનને લઈને આંદોલન ચાલી રહ્યું છે. રાજસમંદમાં ગોરમ ઘાટ જે આરાવલીની પર્વતમાળા વચ્ચે સ્થિત છે, અહીં વરસાદમાં પર્વતો પરથી ઝરણા વહે છે અને ચારેય તરફ હરિયાળી છે.

સુંદર નજારાને જોવા માટે પર્યટક અહીં જોખમ ઉઠાવીને પહોંચે છે. ગુરુવારે હરિયાળી અમાસના અવસર પર અહીં મેળા જેવો માહોલ રહે છે. ઉદયપુર, રાજસમંદ, ચિતોડગઢ, ભીલવાડા અને અજમેરના લોકો અહીં મોટી સંખ્યામાં પહોંચે છે. માવલીથી મારવાડ સુધી જતી આ ટ્રેનમાં રેલવે તરફથી ગુરુવારે બે અતિરિક્ત કોચ સહિત કુલ 7 કોચ લગાવવામાં આવ્યા હતા. જેમાંથી 5 કોચમાં દરેકમાં 72 સીટ સવારીની ક્ષમતા હતી. 2 કોચમાં 24-24 સવારીની જગ્યા હતી. 400 સવારી બેસવાની જગ્યા હોવા છતા ટ્રેનમાં મોટી સંખ્યામા લોકો સવાર થઈ ગયા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW