HomeGujaratગુજરાત વિકાસ યાત્રા અન્વયે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૨૫ લાભાર્થીઓને ₹.૨૭.૫ લાખની સહાય અપાઈ

ગુજરાત વિકાસ યાત્રા અન્વયે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૨૫ લાભાર્થીઓને ₹.૨૭.૫ લાખની સહાય અપાઈ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અન્વયે ગુજરાતની 20 વર્ષની વિકાસ ગાથાના પ્રદર્શનની સાથે વિવિધ જન કલ્યાણની યોજનાઓના લાભ ઘર-ઘર સુધી પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે મોરબી જિલ્લામાં પણ બે રથ વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ફાળવવામાં આવ્યા હતા. આ વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ દ્વારા ગામડે ગામડે લોકોને વિવિધ યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા.

વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૦ જેટલા લાભાર્થીઓને પ્રત્યેકને ₹.120000 એમ ₹.24લાખની સહાય અપાઈ હતી. ઉપરાંત છેવાડાના વંચિત 35 જેટલા લાભાર્થીઓને 100 ચોરસ વાર પ્લોટની પણ ફાળવણી કરવામાં આવી હતી. આવકના દાખલાના 45  લાભાર્થી તેમજ આધારકાર્ડના 20  જેટલા લાભાર્થીઓને ઘર આંગણે જ આ સગવડતા પ્રાપ્ત કરાવવામાં આવી હતી. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાંચ લાભાર્થીઓને ₹.3,50,000 ની સહાય પણ આપવામાં આવી હતી.

ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ દ્વારા પણ વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા. જુદી જુદી જગ્યાએ યોજાયેલા કાર્યક્રમ હેઠળ એસ.પી.એ. ખેતીવાડી યોજના, મફત વીજળી જોડાણ યોજના, ખેતીવાડી વીજ જોડાણ, ઝૂંપડા વીજળીકરણ યોજના, વીજ પ્રમાણપત્ર, તેમજ અન્ય વીજ જોડાણ સહિત 120થી વધુ લાભાર્થીઓને સાંકળી લેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે હેતુથી ₹.1,20,000ની સહાય આપવામાં આવે છે. ઉપરાંત શૌચાલય માટે ₹.12000 તેમજ મજૂરી પેટે પણ રકમ ચૂકવવામાં આવે છે. તો પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ લાભાર્થીઓને ₹.70 000 ની સહાય આપવામાં આવે છે. ઉપરાંત ઉર્જા વિભાગની પણ વિવિધ યોજનાઓ હેઠળ લોકોને ઘરે સરળતાથી વીજ કનેક્શન મળી રહે તથા  ખેડૂતોને પણ વીજ જોડાણ જેટલું શક્ય બને તેટલું ઝડપથી મળી રહે તેવી કામગીરી કરવામાં આવે છે. મફત વીજ જોડાણ તેમજ ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ ગરીબ લોકોને મફતમાં વીજ જોડાણ પણ આપવામાં આવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW