HomeGujaratSaurashtra Kutchhઆંગડીયા પેઢીના રૂ. 40 લાખ ભરેલો થેલો ગાયબ થવાની ઘટના ખોટી નીકળી,...

આંગડીયા પેઢીના રૂ. 40 લાખ ભરેલો થેલો ગાયબ થવાની ઘટના ખોટી નીકળી, પોલીસે 2 આંગડીયા કર્મીઓ સહિત 3 વિરુદ્ધ ફરિયાદ નોંધી

ભુજ રાજકોટ રૂટની એસટી બસમાં મોરબી આવી રહેલ આંગડીયા પેઢીના બે કર્મચારીના ત્રણ થેલામાં રોકડ રકમ અને દાગીના સહિતના મુદામાલ સાથે આવતા હતા તે દરમિયાન એક રૂ 10 લાખના દાગીના અને રૂ 30 લાખ રોકડ ભરીની રૂ 40 લાખનો થેલો ભુજથી મોરબી વચ્ચે બસમાં કોઈ સ્થળે અજાણ્યા શખ્સ ચોરી કરી લીધો હોવાની ફરિયાદ લઈ આંગડીયા પેઢીના કર્મચારી આનંદજી હમીરજી પરમાર અજીતસિંહ નથાજી પરમાર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા જે તે સમયે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી જોકે ફરિયાદી શખ્સ અવારનવાર નિવેદન બદલતા હોવાથી ફરિયાદ ખોટી હોવાની પોલીસને શંકા ગઈ હતી જે બાદ મોરબી એલસીબીની ટીમે બન્ને શખ્સની આગવી ઢબે પૂછપરછ કરી હતી.જે બાદ બન્ને શખ્સ પોપટ બની ગયા હતા અને આરોપીઓએ ત્રીજા એક આરોપી સિદ્ધરાજસિંહ સરતનજી પરમારને સાથે રાખ્યો હતો અને રસ્તામાં થેલો આપી દીધો હતો અને રસ્તામાં ઉતરી ગયો હતો બાદમાં એ ડિવિઝન પોલીસે ફરિયાદ કરવા પહોંચી ગયા હતા આરોપીઓની કબૂલાત બાદ આજે પોલીસે મોડી સાંજે બન્ને આરોપી વિરુદ્ધ પોલીસને ગુમરાહ કરવા અંગેનો ગુન્હો નોંધી આનંદજી પરમાર અને અજિતજી પરમારની ધરપકડ કરી હતી.જ્યારે ત્રીજા આરોપી સિદ્ધરાજ સરતનજી પરમારની શોધખોળ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW