HomeGujaratSaurashtra Kutchhમોરબી સીવીલમાં જનેતા મૃત નવજાત બાળકને મૂકીને નીકળી જતા હોસ્પિટલ તંત્ર ધંધે...

મોરબી સીવીલમાં જનેતા મૃત નવજાત બાળકને મૂકીને નીકળી જતા હોસ્પિટલ તંત્ર ધંધે લાગ્યું

મોરબીની સીવીલ હોસ્પિટલમાં એક સગર્ભા મહિલા ને પ્રસૂતિની પીડા ઉપડતા 108ની મદદથી સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં મહિલા એમૃત બાળકીને જન્મ આપ્યો હતો.બાળકી અધૂરા માસે મૃત હાલતમાં જન્મી હતી જે બાદ સગર્ભા મૃત બાળકીને મૂકી જતી રહી હતી ઘટનાની જાણ થતાં હોસ્પિટલ સ્ટાફ પણ દોડતો થઈ ગયો હતો અને આ અંગે પોલીસને જાણ કરતા તેની શૉધખોડ હાથ ધરી હતી.
મોરબી સીવીલ હોસ્પિટલમાં બુધવારના રોજ સાંજે સાડા પાંચ થી છ વાગ્યા દરમિયાન સુનિતાબેન રામુભાઈ ખુમાન નામની એક સગર્ભા 108ની ટીમ પ્રસુતિ માટે લાવી હતી મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડી હતી.સીવીલ હોસ્પિટલમાં મહિલાની અધૂરા માસે ડિલિવરી થઈ હતી અને એક મૃત બાળકીને જન્મ આપ્યો હતો.અને જે બાદ માતા વોશ રૂમ જવાનું કહી વોર્ડમાંથી નીકળી હતી લાંબા સમય સુધી મહિલા પરત ન આવતા હોસ્પિટલ સ્ટાફે મહિલાની શોધખોળ હાથ ધરી હતી જોકે મહિલાનો ક્યાંય પતો ન લાગતા મહિલા મૃત બાળકીને છોડીને જતી રહી હોવાનું સામે આવ્યું હતું.બાદમાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જે બાદ પોલીસે 108ની ટીમની મદદ લઇ બાળકીની માતાની શોધખોળ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW