ગુજરાતના કેમિકલ કાંડમાં અત્યાર સુધી 37 લોકોનો ભોગ લેવાયો છે. હજી પણ અનેક હોસ્પિટલમાં સારવારમાં છે. મૃતકોએ દારૂ નહીં પરંતુ પાણીમાં કેમિકલ નાંખીને પીધુ હોવાનો ખુલાસો થયો છે. કેમિકલ કાંડ મુદ્દે રાજનિતી પણ શરૂ થઈ ગઈ છે. સવાલના માહોલ વચ્ચે હવે સરકારે ચાર્જશીટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

મંત્રણા બાદ નિર્ણય: સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું- ગુનેગારો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરો. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસને 10 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. બોટાદ જિલ્લાના રોજીદ ગામમાં 10, દેવગણા ગામમાં 4, ચદરવા ગામમાં 3 અને પોલારપુર ગામમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે રાણપુર, ભીમનાથ, રાણપરી, વેજલકા, વહિયા અને સુંદરણીયા ગામમાં 1-1 લોકોના મોત થયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કોરડા ગામ એકનું મોત થયું છે. આ ઉપરાંત ધંધૂકામાં 11 લોકોના મોત થયા છે.

