બે દિવસ બાદ હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો એવો શ્રાવણમાસ શરુ થઇ રહ્યો છે ત્યારે શહેરમાં જાહેરમાં નોનવેજ વેચાણથી લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોચતી હોય છે જેના [પગલે મોરબી શહેર વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળ ગૌરક્ષા દુર્ગા વાહિની દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તા 29થી શરુ થતા પવિત્ર શ્રાવણ માસને ધ્યાને લઇ તંત્ર યોગ્ય પગલા લે આ પવિત્ર માસમાં હિન્દુ સમાજના દરેક લોકો એ પૂજા-પાઠ અને આરાધના કરતા હોય છે તો આ પવિત્ર શ્રાવણ માસ હિન્દુ સમાજની આસ્થા સાથે જોડાયેલ છે તો આ દરમ્યાન મોરબી જિલ્લાના જાહેર સ્થળો ઉપર જે જગ્યાએ માંસાહાર કે ઈંડાનો વેચાણ ચાલુ હોય તેના પર પ્રતિબંધ એક માસ પૂરતો લગાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે
આ અંગે જાહેરનામું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ છે. તો મોરબી જિલ્લા માં પણ એ બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે

