જામનગર જીલ્લામાં પશુઓમાં જોવા મળતો લમ્પી રોગચાળાનો વાયરસ વકરતા અસંખ્ય પશુઓના મોતથી હાહાકાર મચી ગયો છે. પશુપાલન વિભાગના ડોકટરોની અછત વચ્ચે હાલમાં જીવદયા પ્રેમીઓ લમ્પી રોગગ્રસ્ત પશુઓને સારવાર આપવા માટે ખાનગી રાહે કેમ્પ ખોલીને પશુઓની સારવાર કરી રહ્યા છે.
જામનગર જીલ્લા સહીત ધ્રોલ શહેર અને તાલુકામાં લમ્પી રોગચાળો ફાટી નીકળતા અંસખ્ય પશુઓના મોત નિપજતા તાકીદે દિલ્હીના આઈ.વી.આર.આઈ. ઈન્ડીયન વેન્ટેનરી રીસર્ચ ઈન્સ્ટન્સ્ટટ (ઈજતપુર)ના પ્રિન્સીપલ સાયન્ટીસ ડો. નંદની અને સીનીયર સાયન્ટીસ ડો. કે. મહેન્દ્રન ધ્રોલ ખાતે દોડી આવ્યા હતા.
લમ્પી રોગગ્રસ્ત પશુઓની સારવાર કેન્દ્રની મુલાકાત લઈને રોગગ્રસ્ત પશુઓના સેમ્પલ તેમજ વેકસીન આપવામાં આવી હતી. જીણવટભરી રીતે નિરક્ષણ કરીને આ જીવદયા પ્રેમીઓને સાવધાનીપુર્વક આ લમ્પીરોગ ગ્રસ્ત પુશઓની સારવાર કરવા માટે સુચના આપવામાં આવી હતી.

દરમ્યાન ગાંધીનગર એનીમલ વેકસીન ઈન્સ્ટ્રુટના આસીસ્ટન ડાયરેકટર ડો. નિનેન પટેલએ જણાવ્યુ હતુ કે, સરકાર ધ્વારા તાકીદે આ રોગ કાબુમાં લેવા માટે પશુપાલન વિભાગની હેલ્પલાઈન ની ટીમ, કરુણા એનીમલની ટીમ સહીત પશુપાલન ડોકટરોની વિભાગને દોડાવામાં આવી રહી છે .
પશુ ડોકટરોની અછત વચ્ચે આ રોગને પહોંચી વડળવા માટે નવા પશુ નિમણુંક માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેમજ લમ્પી રોગચાળાના પહોંચી વળવા માટે સારવાર તેમજ પુરતા પ્રમાણમાં વેકસીનેશન ડોઝની કામગીરી કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો હતોઆમ જામનગર જીલ્લામાં લમ્પી રોગચાળો ફાળી નીકળતા હિલ્દીથી સાયન્ટીસોની ટીમો દોડાવવામાં આવી રહી હોવા ઉપરાંત સફાળુ જાગેલ પશુપાલન વિભાગ પણ હરકતમાં આવીને ઓછા સ્ટાફ વચ્ચે પણ પશુઓને વેકસીનેશન આપવા માં આવી રહયા હોવાનો દાવો કરવામાં આવી રહયો છે.

