HomeGujaratવાંકાનેર ખાતે શનિવારથી બે દિવસીય સમર્થ ભારત શિબિર યોજાશે

વાંકાનેર ખાતે શનિવારથી બે દિવસીય સમર્થ ભારત શિબિર યોજાશે

વાંકાનેર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા બે દિવસીય સમર્થ ભારત શિબિર (બાલવર્ગ) નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધોરણ 5 થી 9 માં અભ્યાસ કરતા બાળકો ભાગ લઈ શકશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જીલ્લા દ્વારા બે દિવસીય સમર્થ ભારત શિબિર (બાલવર્ગ) નું આયોજન કરવામાં આવ્યું છે જે શિબિર ગાયત્રી શક્તિપીઠ, વાંકાનેર ખાતે તા. 30 જુલાઈ 2022 ને શનિવારે સાંજે 6 વાગ્યાથી તા. 31 જુલાઈ 2022 ને રવિવારે સાંજે 5 વાગ્યા સુધી યોજાશે અને શિબિરમાં ધોરણ 5 થી 9 ના બાળકો અપેક્ષિત છે તેમજ ભાગ લેવા માટે 50 રૂપિયા શુલ્ક ચૂકવવાનું રહેશે. આ શિબિરમાં સ્નાન માટેનો સામાન, થાળી, વાટકો, ગ્લાસ, ઓઢવા પાથરવાનું, નોટ-પેન અને જરૂરી વસ્તુ સાથે લાવવી તેમજ કંઈ કિંમતી સામાન સાથે લાવવો નહીં. આ સાથે કોઈ એક મહાપુરૂષ અથવા ક્રાંતિકારીનું ચિત્ર દોરી વર્ગમાં સાથે લઈ આવવું. આ શિબિરમાં રજીસ્ટ્રેશન ફરજીયાત હોય ભાગ લેવા ઈચ્છતા તમામે શુક્રવાર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે બકુલગીરી ગોસ્વામી (મો. નં. 9925664208) નો સંપર્ક કરવા જીલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલીયાની યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલ લિંક પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરાવો…

https://surveyheart.com/form/62dd0c28a5ffb516b4fa613a

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW