સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે નવા કાર્ગો ટર્મિનલનું બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આગામી 30 વર્ષમાં થનારી કાર્ગો વૃદ્ધિને ધ્યાનમાં રાખીને નવા ઈન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કાનું કામ એક વર્ષથી ઓછા સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે.
સુવિધાને પ્રાધાન્ય: ટર્મિનલની ઈમારતોમાં મુસાફરોની સુવિધાઓ વધારવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. મોટી એર કાર્ગો સુવિધા બનાવવાનું વિશાળ કાર્ય ગ્રાઉન્ડબ્રેકિંગ સમારોહ સાથે શરૂ કરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડબ્રેકિંગ સમારોહમાં SVPI એરપોર્ટના હિસ્સેદારો હાજર રહ્યા હતા.નવા કાર્ગો ટર્મિનલનું કામકાજ લગભગ એક વર્ષમાં પૂર્ણ થશે.

આવો છે પ્લાન: નવું ‘સેમી-ઓટોમેટેડ’ ઈન્ટિગ્રેટ કાર્ગો ટર્મિનલ (ICT) આશરે 33,000 ચો.મી. બિલ્ટ-અપ વિસ્તારમાં ફેલાયેલુ છે. સૂચિત કાર્ગો કોમ્પ્લેક્સ પ્રથમ તબક્કા દરમિયાન જૂન 2023 સુધીમાં આશરે 21,000 ચો.મી બિલ્ટ-અપ વિસ્તારમાં કાર્યરત થશે.

