HomeGujaratમોરબી: વિજય ટોકીઝથી નવાડેલાને જોડતા રોડ પર પાણીના તલાવડા ભરાયા

મોરબી: વિજય ટોકીઝથી નવાડેલાને જોડતા રોડ પર પાણીના તલાવડા ભરાયા

પાલિકાની પ્રી મોનસુન કામગીરી અને બાદમાં રીપેરીંગ કામગીરીના મસમોટા દાવા વચ્ચે શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા હજુ એમને એમ છે.શહેરના વિજય ટોકીઝથી નવા ડેલા રોડને જોડતા રસ્તા પર ઝાલરીયા હાર્ડવેર માર્ટ સામે વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા પ્રી મોનસુન કામગીરી દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી વરસાદ રહી ગયા બાદ અનેક દિવસો સુધી પાણી ભરાયેલ રહે છે અને આ સમસ્યાનું કારણ જે તે વખતે પાલિકા દ્વારા નવા ડેલા રોડનું કામ કર્યું હતું તે રોડની ઉચાઇ વધુ રાખી હતી જયારે હાલ જ્યાં પાણી ભરાય છે તે વિસ્તાર નીચો રહી ગયો છે જેના કારણે આસપાસની કોમ્પલેક્સની છત પર વરસાદી પાણી એકઠા થાય છે તે બધું વહીને આ જગયા ભરાય છે બીજી તરફ વરસાદી પાણીના નિકાલ માટે પણ અન્ય કોઇરસ્તો નથી પરિણામે વરસાદ વરસી ગયા બાદ અનેક દિવસ સુધી પાણીનો ભરવો રહે છે અને આ કારણસર અહી મચ્છરનો ઉપદ્રવ રહે છે સાથે સાથે પાણી ભરાવવાથી રોડની ગુણવતા બગડે છે પરિણામે રોડ પર મસમોટા ખાડા પણ પડી ગયા છે આ બાબતે સ્થાનિક વેપારી દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગણી કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW