રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે. ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યાં છે. ખાસ તો તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્ટીના કેસમાં 20 ટકાનો વધારો થયો છે.

વાયરકના કેસ: વાયરલ ઇન્ફેક્શનના કેસના દર્દીઓનો સિવિલ હોસ્પિટલમાં ઘસારો વધ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયુ છે. જોકે વરસાદ બાદ મચ્છરનો ત્રાસ વધતા લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે.
આ રહ્યા રિપોર્ટ: શરદી – 307, સામાન્ય તાવ – 74, ઝાડા-ઉલટીના – 87, મલેરિયા તાવના – 3, ડેન્ગ્યુના કેસ – 4, ચિકન ગુનિયા – 1 આટલા એક અઠવાડિયાના કેસ છે.

