HomeGujaratCentral Gujaratખાડાને કારણે તંત્રના વાહનમાં પણ નુકસાન, સિટી બસ ખાડામાં ફસાઈ ગઈ

ખાડાને કારણે તંત્રના વાહનમાં પણ નુકસાન, સિટી બસ ખાડામાં ફસાઈ ગઈ

વરસાદ બાદ કોર્પોરેશનની કામગીરી ઉઘાડી પડે છે અને વિકાસની વાતની વાસ્તવિકતા છતી થાય છે. વડોદરા કોર્પોરેશન દ્વારા રેલ્વે સ્ટેશન પાસે ખાડા ખોદયા હતા તેનું પુરણ યોગ્ય રીતે નહીં થતાં સિટી બસ ફસાઈ ગઈ હતી.

ડ્રેનેજ માટે ખાડા: વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ કે અન્ય કામગીરી માટે રસ્તા ખોદી નાખવામાં આવે છે. તે બાદ કોન્ટ્રાક્ટરો નિયમ પ્રમાણે યોગ્ય રીતે પુરણ કરતા નથી. જેના કારણે તંત્રના વાહનોને હવે નુકસાન થયું છે. રસ્તાઓ તૂટેલી હાલતમાં છે. ક્યાંક ને ક્યાંક નાના મોટા ભુવા પડી રહ્યા છે. તેને પુરવાના પ્રયાસ થઈ રહ્યા છે. પણ માત્ર થીંગડા મારીને કામ ચલાવી લેવાય છે.

રસ્તા બેસી ગયા; વડોદરા કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર લાઈન પાણીની લાઈન અને અન્ય લાઈનો જે નાખી છે તે લાઈનોમાં વ્યવસ્થિત પુરણ નહીં કરતા કેટલી જગ્યાએ આવા રોડ રસ્તા બેસી ગયા છે. શહેરના ભરચક વિસ્તાર સ્ટેશન જ્યાં રીક્ષા પાર્કિંગ સ્ટેન્ડ છે ત્યાં કોર્પોરેશન દ્વારા ત્યાં રોડનું ખોદકામ કરવામાં આવ્યું હતું. આ કામગીરી પૂર્ણ થયા બાદ યોગ્ય રીતે પુરણ નહીં કરતા એક બાજુનો રોડ બેસી ગયો છે. અને આ જ બેસી ગયેલા રોડના ભાગમાં વડોદરાની સિટી બસ સવારમાં જ ફસાઈ ગઈ હતી. સીટી બસની પાછળનું આખુ ટાયર આ રોડમા ફસાઈ ગયું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW