ચોમાસાની સાથે સાથે મોરબી પંથકમાં જુગારની મૌસમની પુર બહારમાં ખીલી હોય તેમ અલગ અલગ સ્થળે જુગાર ધામ ચાલી રહ્યું છે મોરબી શહેરના રાજપર રોડ પર આવેલ સીટી એલ્યુમીનીયમ એન્ડ સ્ટીલ નામની ફેક્ટરીમાં જુગારના હાટડુ ચાલતું હોવાની બાતમી આધારે એ ડીવીઝન પીઆઈ મયંક પંડ્યા તેમજ પીએસઆઈ એમ પી સોનારા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા કિશોરભાઈ છગનભાઈ પટેલ રહે પ્રમુખ રેસીડન્સી રવાપર રોડ,નીલેશ દેવકરણ પટેલ રહે ચાચાપર,નીલેશ કેશુ સનીયારા રહે રાધાપાર્કબસ સ્ટેશન પાછળ મોરબી, મહેશ બાલજી સનીયારા રહે ચાચાપર,રમેશ શીવાભાઈ પટેલરહે આઈડીયલ એપાર્ટમેન્ટ રવાપર રોડ નીલેશ ચંદુભાઈ ભીમાણી રહે ચન્દ્રેશનગર મેઈન રોડ નવયુગ સ્કુલ પાછળ મોરબી વગેરેને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ 8,76 500 રોકડ 2 ક્રેટા કાર મળી કુલ ર 28,76,500 નો મુદામાલ જપ્ત કર્યો હતો આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

